કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મુંબઈની ત્રણથી ૧૩ વર્ષની ઉંમરની ૪૪૫ બાલિકાઓ રહી હતી જેમણે ‘સત્સંગ દીક્ષા ગ્રંથ’ના ૩૧૫ સંસ્કૃત શ્લોકોના મુખપાઠની સિદ્ધિ મેળવી છે.
‘સિદ્ધાંત સર્વસ્વમ્’ રવિ સત્સંગ સભા
શૈક્ષણિક શિસ્ત અને આધ્યાત્મિક ભક્તિના સંગમ સમાન કાર્યક્રમમાં BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ગઈ કાલે દાદરના યોગી સભાગૃહમાં વિશેષ ‘સિદ્ધાંત સર્વસ્વમ્’ રવિ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નક્કર વિદ્વાન પ્રસ્તુતિ દ્વારા ૮ વરિષ્ઠ બાલિકા વિદુષીઓની અપ્રતિમ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.
સંસ્કૃત જે ભારતીય ભાષાઓની જનની છે એ આપણી સાંસ્કૃતિક અને સાહિત્યિક વિરાસતને સમૃદ્ધ બનાવી રહી છે. આ સમર્પિત બાળાઓ સંસ્કૃત ભાષાના વારસાને જાળવવા અને મજબૂત કરવા માટે મજબૂત સ્તંભ તરીકે ઊભરી રહી છે. છેલ્લાં ૪ વર્ષથી આ ૮ વરિષ્ઠ વિદ્યાર્થિનીઓએ BAPS સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુર દ્વારા ‘સિદ્ધાંત સર્વસ્વમ્’ અભ્યાસક્રમ અંતર્ગત કઠિન તાલીમ મેળવી છે.
ADVERTISEMENT
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મુંબઈની ત્રણથી ૧૩ વર્ષની ઉંમરની ૪૪૫ બાલિકાઓ રહી હતી જેમણે ‘સત્સંગ દીક્ષા ગ્રંથ’ના ૩૧૫ સંસ્કૃત શ્લોકોના મુખપાઠની સિદ્ધિ મેળવી છે. આ નાની બાળાઓએ વરિષ્ઠ વિદુષીઓ પાસેથી પ્રેરણા મેળવીને ભવિષ્યમાં વૈદિક વિદ્વાન બનવાનો નિર્ધાર કર્યો છે.
સિદ્ધાંત સર્વસ્વમ્ના અભ્યાસક્રમમાં શું છે?
ભાષાકૌશલમ્ ઃ સંસ્કૃત ભાષામાં પાયાના સ્તરથી લઈને ‘પરમલઘુસિદ્ધાંતકૌમુદી’ના અદ્યતન અભ્યાસ દ્વારા પ્રભુત્વ મેળવ્યું.
અક્ષરપુરુષોત્તમ દર્શનઃ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી રચિત ભાષ્ય ગ્રંથોનો ઊંડો શૈક્ષણિક અભ્યાસ.
સત્સંગ ઃ BAPS ગુરુ પરંપરાનાં જીવન ચરિત્રોનો વિસ્તૃત અભ્યાસ.
કંઠપાઠ ઃ અભ્યાસક્રમના તમામ ગ્રંથો અને શાસ્ત્રોનું શુદ્ધ મુખપાઠ અને સ્મરણ.


