Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્માના કાફે શૂટિંગ: હરજીત સિંહ લાડીએ આપ્યું કારણ, કહ્યું `કપિલના શોમાં...`

કપિલ શર્માના કાફે શૂટિંગ: હરજીત સિંહ લાડીએ આપ્યું કારણ, કહ્યું `કપિલના શોમાં...`

Published : 11 July, 2025 07:46 PM | Modified : 12 July, 2025 07:01 AM | IST | Toronto
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Firing at Kapil Sharma`s Cafe: કપિલ શર્માના કેનેડા સ્થિત કાફે પર ગોળીબાર કરનાર આતંકવાદીએ આનું કારણ આપ્યું છે. હરજીત સિંહ લાડીએ કહ્યું કે કપિલ શર્માના શોમાં એક સહભાગીએ નિહંગ શીખોની મજાક ઉડાવી હતી. તેણે નિહંગોના પહેરવેશ અને વર્તન પર ટિપ્પણી કરી હતી.

હરજીત સિંહ લાડી અને કપ્સ કાફે (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

હરજીત સિંહ લાડી અને કપ્સ કાફે (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


કપિલ શર્માના કેનેડા સ્થિત કાફે પર ગોળીબાર કરનાર આતંકવાદીએ આનું કારણ આપ્યું છે. હરજીત સિંહ લાડીએ કહ્યું કે કપિલ શર્માના શોમાં એક સહભાગીએ નિહંગ શીખોની મજાક ઉડાવી હતી. તેણે નિહંગોના પહેરવેશ અને વર્તન પર ટિપ્પણી કરી હતી. આ રીતે તેણે શીખ સમુદાયની ભાવનાઓની મજાક ઉડાવી હતી. લાડીએ કહ્યું કે કૉમેડીની આડમાં ધર્મની મજાક ઉડાવવી સહન નહીં થાય. હરજીત સિંહ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (Babbar Khalsa International) સાથે સંકળાયેલો છે. તેણે કૉમેડિયનના કાફે પર ગોળીબારની જવાબદારી લીધી છે.


સોશિયલ મીડિયા પોસ્ટમાં, લાડીએ કહ્યું કે તેણે બીકેઆઈના અન્ય સહયોગી તુફાન સિંહ સાથે મળીને આ હુમલો કર્યો હતો. બુધવારે રાત્રે કપ્સ કાફેમાં ગોળીબારની ઘટનાને આ બંનેએ અંજામ આપ્યો હતો. હરજીત સિંહ લાડીનો સમાવેશ એનઆઈએની મોસ્ટ વૉન્ટેડ યાદીમાં થાય છે. તમને જણાવી દઈએ કે કેનેડા સરકાર બીકેઆઈને આતંકવાદી સંગઠન માને છે.



કૉમેડીની આડમાં મજાક સહન કરવામાં આવશે નહીં
હરજીત સિંહ લાડીએ લખ્યું કે કપિલ શર્માના શોમાં એક વ્યક્તિએ નિહંગ શીખ જેવો પોશાક પહેરેલો હતો. તેણે કેટલીક રમુજી ટિપ્પણીઓ પણ કરી. તેણે કહ્યું કે કૉમેડીની આડમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ઓળખની મજાક ઉડાવી શકાતી નથી. લાડીના જણાવ્યા મુજબ, કપિલ શર્માના મેનેજરને ઘણી વાર ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તેણે કહ્યું કે કપિલે આ માટે માફી કેમ ન માગી. નિહંગ શીખો શીખ ધર્મમાં પરંપરાગત યોદ્ધાઓની ઓળખ ધરાવે છે. આ લોકો ખાસ બ્લૂ પોશાક પહેરે છે અને પરંપરાગત શસ્ત્રો ધરાવે છે. આ ઉપરાંત, તેઓ પરંપરાગત શીખ માર્શલ આર્ટ્સમાં પણ કુશળ છે.

કાફેએ શું કહ્યું?
બુધવારે કપિલ શર્માના કપ્સ કાફેમાં ગોળીબારની ઘટના બની હતી. પોલીસને તાત્કાલિક આ બાબતની જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચ્યા પછી જાણવા મળ્યું કે કાફેને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે, આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી અને સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. ગોળીબાર સમયે સ્ટાફના સભ્યો કાફેની અંદર હાજર હતા. કાફે દ્વારા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે અમે આ ઘટનાથી ચોક્કસ આઘાત પામ્યા છીએ, પરંતુ અમે આતંકવાદ સામેની લડાઈમાં મજબૂત રીતે ઉભા છીએ.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કપિલ શર્મા અને તેની પત્ની ગિન્નીએ આ કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટનના થોડા જ દિવસોમાં કાફે પર હુમલો થયો છે. આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ રાત્રે કાફેની બારીઓ પર ગોળીબાર કરતો જોવા મળે છે. કારમાં બેઠેલો વ્યક્તિ આડેધડ ગોળીબાર કરી રહ્યો છે. હવે આ મામલે એક મોટી વાત સામે આવી છે. ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ દાવો કર્યો છે કે આ ગોળીબાર તેને કરાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2025 07:01 AM IST | Toronto | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK