સચોટ ભવિષ્યવાણી કરવા માટે જાણીતા ફ્રાન્સના માઇકલ દ નૉસ્ટ્રડામસે આ વર્ષના અંતમાં વિનાશકારી વૈશ્વિક ઘટનાઓ થવાની ચેતવણી આપી છે
જાણીતા ફ્રાન્સના માઇકલ દ નૉસ્ટ્રડામસ
ફ્રાન્સના નૉસ્ટ્રડામસની ભવિષ્યવાણી મુજબ ૨૦૨૫ના બચેલા બે મહિના ભયાવહ સાબિત થઈ શકે એમ છે. તેમણે કરેલી ભવિષ્યવાણીના લેખોને ઉકેલતાં તેઓ વર્ષનો અંત પરમાણુ યુદ્ધ, કટોકટી કે મહામારી સાથે જોડી રહ્યા છે. તેમણે ૨૦૨૫ના વર્ષની ડરામણી ભવિષ્યવાણી કરી છે. તેમણે લખેલી એક કવિતાના અંશમાં તારા અને લોહીથી ખરડાયેલાં પવિત્ર સ્થાનો સાથે મંગળના શાસનનો ઉલ્લેખ કર્યો હતો. આને આધુનિક વ્યાખ્યાકારો ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ સાથે જોડે છે.
નૉસ્ટ્રડામસના પુસ્તકમાં લખ્યું છે કે મંગળ ગ્રહ તારાઓની વચ્ચે પોતાનો રસ્તો બનાવશે તો માણસના લોહીથી પૃથ્વીનાં પવિત્ર સ્થળો લાલ થઈ જશે. પૂર્વ દિશામાં ૩ આગની જ્વાળા થશે, જ્યારે પશ્ચિમની દિશા પોતાનો પ્રકાશ ખોઈ દેશે. તેમણે ૨૦૨૫માં આકાશમાંથી પડવાવાળા એક બ્રહ્માંડીય આગના ગોળાની ભવિષ્યવાણી કરી હતી. એનો મતલબ કાં તો કોઈ ક્ષુદ્ર ગ્રહ નષ્ટ થાય કાં તો પરમાણુ બૉમ્બ પૃથ્વી પર પડે એવી સંભાવના છે. મંગળને યુદ્ધ અને આક્રમકતાનું પ્રતીક માનવામાં આવે છે એટલે એ હિંસાથી પ્રભાવિત સંકેતો આપે છે.


