ચીનમાં એક ડિગ્રી કોર્સમાં સ્ટુડન્ટ્સને એક પ્રોજેક્ટ માટે રોબો બનાવવાનું કહેવામાં આવ્યું હતું
નવાઈની વાત એ છે કે એ રોબો પણ બહુ જ સભ્યતાથી ફૅકલ્ટી પાસે ગયો અને હાથ મિલાવી ડિગ્રી સર્ટિફિકેટ રિસીવ કરીને પાછો એના મેકર પાસે આવી ગયો.
ચીનમાં હવે રોબો અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની બોલબાલા એટલી વધી ગઈ છે કે સ્ટુડન્ટ્સને ભણવામાં પણ એના પ્રોજેક્ટ્સ કરવાના હોય છે. ચીનમાં એક ડિગ્રી કોર્સમાં સ્ટુડન્ટ્સને એક પ્રોજેક્ટ માટે રોબો બનાવવાનું કહેવામાં આવ્યું હતું. બધાએ પોતાનાથી બને એવો રોબો તૈયાર કર્યો, પરંતુ એક સ્ટુડન્ટે તો હદ જ કરી નાખી. જ્યારે કોર્સ પૂરો થયો અને ડિગ્રી લેવા સ્ટેજ પર જવાનું થયું ત્યારે પોતાના બદલે પ્રોજેક્ટમાં તૈયાર કરેલા રોબોને જ મોકલી દીધો. નવાઈની વાત એ છે કે એ રોબો પણ બહુ જ સભ્યતાથી ફૅકલ્ટી પાસે ગયો અને હાથ મિલાવી ડિગ્રી સર્ટિફિકેટ રિસીવ કરીને પાછો એના મેકર પાસે આવી ગયો.


