Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ગ્લાસગોની ભારતીય રેસ્ટોરાંએ માફી માગી, ભૂલ સુધારવાની ખાતરી આપી

ગ્લાસગોની ભારતીય રેસ્ટોરાંએ માફી માગી, ભૂલ સુધારવાની ખાતરી આપી

Published : 04 August, 2026 11:14 AM | IST | Glasgow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એના નૅપકિન પર છપાયેલા ભારતના નકશામાં ઉત્તરપૂર્વનાં રાજ્યોનો સમાવેશ નહોતો અને કાશ્મીરનું પણ યોગ્ય નિરૂપણ નહોતું

લવલીનાએ જોયું હતું કે રેસ્ટોરાંના નૅપકિન પર છપાયેલા અને એના પરિસરની બહાર પ્રદર્શિત ભારતના નકશામાં ઉત્તરપૂર્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

લવલીનાએ જોયું હતું કે રેસ્ટોરાંના નૅપકિન પર છપાયેલા અને એના પરિસરની બહાર પ્રદર્શિત ભારતના નકશામાં ઉત્તરપૂર્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી


ગ્લાસગોમાં ભારતીય રેસ્ટોરાં ‘ભારત, ધ હોમ ઑફ કરી’એ નૅપકિન્સ પર ભારતનો ખોટો નકશો દર્શાવવા બદલ માફી માગી છે અને ખાતરી આપી છે કે આ ભૂલને સુધારી લેવામાં આવશે. બૉક્સર લવલીના બોર્ગોહેને આ ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સમાં ૭ ગોલ્ડ અને ૩ સિલ્વર સહિત ૧૦ બૉક્સિંગ મેડલની ઐતિહાસિક જીત બાદ ટીમ ડિનર માટે શનિવારે ‘ભારત, ધ હોમ ઑફ કરી’ રેસ્ટોરાંમાં પહોંચી હતી. આ રેસ્ટોરાં ગ્લાસગોમાં એક જાણીતું ભારતીય ડાઇનિંગ ડેસ્ટિનેશન છે અને વર્ષોથી ઘણી પ્રવાસી ટીમો અને મહાનુભાવો ત્યાં જમવા આવે છે. આસામની ઑલિમ્પિક મેડલવિજેતા લવલીનાએ જોયું હતું કે રેસ્ટોરાંના નૅપકિન પર છપાયેલા અને એના પરિસરની બહાર પ્રદર્શિત ભારતના નકશામાં ઉત્તરપૂર્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બૉક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI)ના સભ્યોએ પણ ધ્યાન દોર્યું હતું કે નકશા પર જમ્મુ અને કાશ્મીરને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે.



આ સંદર્ભમાં BFIના પ્રમુખ અજય સિંહે રવિવારે જણાવ્યું હતું કે મેં અને લવલીનાએ નકશા વિશે રેસ્ટોરાંનું ધ્યાન દોર્યું હતું. તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને અમને ખાતરી આપી કે એને સુધારી લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 11:14 AM IST | Glasgow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK