હેરોલ્ડ પોતાની જિંદગીની કપરા પડાવને આ વાર્તા સાથે સરખાવી યાદ કરે છે કે તેમને પણ સ્વજનોએ દગો આપ્યો હતો અને “કચરો”, “ઇલિગલ”, “ડસ્ટબિન” અને “નકામો” જેવા શબ્દોથી તેમને નવાજવામાં આવતા. આજે સંજોગો બદલાયા છે અને તે મજબૂતી, શ્રધ્ધાનું ઊદાહરણ બન્યા છે.
હેરોલ્ડ ડી’સૂઝા વૈશ્વિક સ્તરે સ્વતંત્રતાની દિશામાં કામ કરે છે, દરેક વંચિતો કે ગેર માર્ગે દોરાયેલા લોકો માટે તે પથ દર્શક છે.
હેરોલ્ડ ડી’સૂઝા મૂળ વડોદરાના અને એક સમયે હ્યુમન ટ્રાફિકીંગ, મોડર્ન ડે સ્લેવરીનો ભોગ બની તે અમેરિકા પહોંચ્યા. વીસ વર્ષના લાંબા સંઘર્ષ પછી તેમને ત્યાં નાગરિકત્વ મળ્યું. હવે તે એવા લોકોને મદદ કરી રહ્યા છે જે જિંદગીમાં બંધક હોય, સંજોગોને કારણે અને ફરીથી જીવવાનો માર્ગ શોધતા હોય. હેરોલ્ડ ડી’સૂઝા વૈશ્વિક સ્તરે સ્વતંત્રતાની દિશામાં કામ કરે છે, દરેક વંચિતો કે ગેર માર્ગે દોરાયેલા લોકો માટે તે પથ દર્શક છે. બાઇબલમાં જોસેફની વાર્તા છે જેમાં સગા ભાઈએ કરેલા દગાને પગલે તેનું જીવન આકરું બની જાય છે. હેરોલ્ડ પોતાની જિંદગીની કપરા પડાવને આ વાર્તા સાથે સરખાવી યાદ કરે છે કે તેમને પણ સ્વજનોએ દગો આપ્યો હતો અને “કચરો”, “ઇલિગલ”, “ડસ્ટબિન” અને “નકામો” જેવા શબ્દોથી તેમને નવાજવામાં આવતા. આજે સંજોગો બદલાયા છે અને તે મજબૂતી, શ્રધ્ધા અને ઈશ્વરના આશીર્વાદનું દ્રષ્ટાંત બન્યા છે.
દગો બન્યો પગથિયું
ADVERTISEMENT
હેરોલ્ડ એ દિવસો યાદ કરતા કહે છે કે, “ઈશ્વરે મને ઉગાર્યો કારણકે હું જમીનમાં છેક દટાયો હતો પણ એ ખલાસ જવા માટે નહીં તેમાંથી ઉગવા માટે અને આજે હું જે છું તે એ સંગજોગોમાંથી બેઠો થયા પછી જ બની શક્યો છું.” તેઓ માને છે કે ફેધ, ફેમિલી પહેલાં અને ફેટ એટલે કે નસીબ નહીં. તેઓ કહે છે: “મારા માટે પરિવાર શ્રદ્ધા, પ્રેમ અને મુશ્કેલીઓમાં સાથે ઉભા રહેવાનો આધાર છે. નસીબ તમને હચમચાવી શકે છે, પરંતુ શ્રદ્ધા તમને ઘડશે. જ્યારે તમે માનો છો, ત્યારે દગો પણ પગથિયું બની જાય છે.”
તેમનાં પત્ની ડેન્સી ડી’સૂઝા આય્ઝ ઓપન ઈન્ટરનેશનલના સહ સંસ્થાપક છે. તેઓ કહે છે, “અમે બંન્ને જણ શ્રધ્ધા પસંદ કરીએ છીએ, ડર નહીં, દુઃખ નહીં પણ પ્રેમ અમારી પહેલી પસંદ છે અને વિભાજન નહીં પણ ઐક્ય અમારી પસંદ છે, અમારો પરિવાર અમારી શક્તિ છે.” 2016માં સ્થાપિત Eyes Open International એક સર્વાઈવર-લીડ સંસ્થા છે, જે જાગૃતિ, શિક્ષણ અને સશક્તિકરણ દ્વારા હ્યુમન ટ્રાફિકિંગ રોકવા કામ કરે છે અને આ સંસ્થા ક્યારેય પીડિતો અથવા સર્વાઈવર્સ પાસેથી આર્થિક સહાય નથી લેતી.
સફર ઉતરશે સ્ક્રીન પર
ડૉ. લારા વિલ્કેન કહે છે: “હેરોલ્ડ ડી’સૂઝાનું જીવન પુરાવો છે કે સર્વાઈવર્સ તૂટેલા નથી, પરંતુ શક્તિશાળી અને હેતુસભર છે.” 2023માં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર હીરો એવોર્ડથી સન્માનિત હેરોલ્ડનું મિશન દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા, ગૌરવ અને સમાનતા સુનિશ્ચિત કરવાનો છે. “ઇલિગલ”થી “ઇન્સ્પિરેશનલ” સુધીની તેમની સફર પુરાવો છે કે માણસ ધારે દુઃખને ખુશીમાં, ગુલામીને સફળતામાં અને ભયને સ્વતંત્રતામાં ફેરવી શકે છે. હેરોલ્ડના જીવન પર હવે વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગનું ધ્યાન કેન્દ્રિત થયું છે. તેમની જીવનકથાને આધારે એક બાયોપિક અને “To Be Free” નામની ડોક્યુમેન્ટરી તૈયાર થઈ રહી છે.
