ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું હતું કે ફાયરફાઇટર્સ જંગલોમાં પડેલી મિસાઇલોથી લાગેલી આગ બુઝાવી રહ્યા છે
હિઝબુલ્લાએ ગઈ કાલે ઇઝરાયલના ઉત્તરીય ભાગ પર ૧૦૦ મિસાઇલ છોડી હતી
હિઝબુલ્લાએ ગઈ કાલે ઇઝરાયલના ઉત્તરીય ભાગ પર ૧૦૦ મિસાઇલ છોડી હતી, પણ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું હતું કે ફાયરફાઇટર્સ જંગલોમાં પડેલી મિસાઇલોથી લાગેલી આગ બુઝાવી રહ્યા છે. આ પહેલાં ઇઝરાયલે લેબૅનનની રાજધાની બૈરુતની દક્ષિણે આવેલા વિસ્તારમાં હિઝબુલ્લાની ઑફિસમાં હુમલો કરીને ત્રણ કમાન્ડરોનો ખાત્મો બોલાવી દીધો હતો. એમાં ઇલ્હાગ અબ્બાસ સલામેહ, રાચા અબ્બાસ ઇચા અને અહમદ અલી હાસિનનો સમાવેશ છે.