ન્યુ યૉર્ક પોસ્ટના સમાચાર અનુસાર સ્પીડ-બોટોએ ૩ જહાજોનો પીછો કરીને એમના પર હુમલો કર્યો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પશ્ચિમ એશિયાના યુદ્ધમાં હવે તેલનાં ટૅન્કરો ભડકે બળી રહ્યાં છે. આવા જ એક હુમલામાં ઇરાક પાસે અમેરિકાની માલિકીના ઑઇલ ટૅન્કર ‘સેફસી વિષ્ણુ’ પર હુમલો થયો હતો. ૧૧ માર્ચે થયેલા આ હુમલામાં એક ભારતીયનું મૃત્યુ થયું છે. ઈરાને સુસાઇડ બોટથી ઑઇલ ટૅન્કર પર હુમલો કર્યો હતો. ઇરાકસ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ‘એક ભારતીયનું મૃત્યુ થયું છે, જ્યારે ૧૫ ભારતીયોને બચાવી લેવાયા છે. તેમને ઇરાકી શહેર બસરામાં સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા છે.’
ન્યુ યૉર્ક પોસ્ટના સમાચાર અનુસાર સ્પીડ-બોટોએ ૩ જહાજોનો પીછો કરીને એમના પર હુમલો કર્યો હતો. એમાંથી એક અમેરિકાનું સેફસી વિષ્ણુ પણ હતું. આ હુમલો ઇરાકની સમુદ્રસીમામાં ખોર અલ જુબૈર પોર્ટ પાસે કરવામાં આવ્યો હતો. ઇરાકી પોર્ટ્સ કંપનીએ કહ્યું હતું કે ‘હુમલો થયા પછી જહાજ પર વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગી હતી. એમાં સવાર ૨૭ સદસ્યોને બચાવી લેવાયા હતા, પરંતુ એકનું મૃત્યુ થયું હતું.’
