Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનની હોર્મુઝના મુદ્દે જીદ: રિયાલમાં જ ટોલ આપવો પડશે

ઈરાનની હોર્મુઝના મુદ્દે જીદ: રિયાલમાં જ ટોલ આપવો પડશે

Published : 13 April, 2026 11:04 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની ધમકી: અમે નાકાબંધી કરીશું, જે ઈરાનને ટોલ આપશે એને રસ્તો નહીં આપીએ

હોર્મુઝની ખાડી

હોર્મુઝની ખાડી


શાંતિવાર્તા નિષ્ફળ ગયા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ મુદ્દે ટશન જામી છે. અમેરિકાની નેવી હવે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનારાં જહાજોની નાકાબંધી કરશે એવી ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘જે જહાજ આ રસ્તેથી પસાર થશે એને રોકવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. ખાસ કરીને એ જહાજો પર નજર રાખવામાં આવશે જેણે ઈરાનને ટોલ આપ્યો છે. જે જહાજ ઈરાનને ગેરકાનૂની ટોલ આપશે એમને સુરક્ષિત રસ્તો નહીં આપવામાં આવે. એનાથી ઈરાનની આર્થિક તાકાત ઘટી જશે. અમેરિકા કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે.’

આ જાહેરાત પહેલાં ઈરાનની પાર્લમેન્ટના અધ્યક્ષ હાજી બાબાઈએ કહ્યું હતું કે ‘હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના કબજામાં છે. આ તહેરાનની લાલ લાઇન છે અને અહીંથી પસાર થનારાં જહાજોએ ઈરાનની કરન્સી રિયાલમાં જ ટોલ આપવો પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 11:04 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK