Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BKCમાં યોજાયેલી મ્યુઝિકલ ઇવેન્ટમાં એક યુવક પર ચપ્પુથી હુમલો

BKCમાં યોજાયેલી મ્યુઝિકલ ઇવેન્ટમાં એક યુવક પર ચપ્પુથી હુમલો

Published : 13 April, 2026 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટી ઇવેન્ટમાં હથિયાર મળી આવતાં સુરક્ષા સામે પ્રશ્નો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના MMRDA ગ્રાઉન્ડ્સ ખાતે ૧૧ એપ્રિલે આયોજિત હિપહૉપની ઇવેન્ટ સિમ્બા અપરોર 2026 કાર્યક્રમમાં સ્ટેબિંગની એક ચોંકાવનારી ઘટના બની હતી જેને કારણે ત્યાંની સેફ્ટી વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આદિત્ય મુખી નામના માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) સ્ટુડન્ટ પર ચપ્પુથી હુમલો થયો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. સાયનમાં રહેતા આદિત્ય મુખીને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાયો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ મ્યુઝિકલ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં યુવકો-યુવતીઓ હાજર રહ્યાં હોવાથી આ હુમલાથી ત્યાંની સેફ્ટી વિશે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.



વળી ઇવેન્ટમાં એન્ટ્રી લેતી વખતે કડક ચેકિંગ અને મર્યાદિત વસ્તુઓ જ લઈ જવાની મંજૂરી હોય છે ત્યારે હુમલાખોર હથિયાર અંદર કઈ રીતે લઈ જઈ શક્યો એ વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના વિશે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાયો છે અને તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK