Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનની ભાષારમત: ફારસી પ્રેસ-રિલીઝમાં કહ્યું કે એનરિચ્ડ યુરેનિયમ અમારો અધિકાર, અંગ્રેજીમાં મુદ્દો ઉડાવી દીધો

ઈરાનની ભાષારમત: ફારસી પ્રેસ-રિલીઝમાં કહ્યું કે એનરિચ્ડ યુરેનિયમ અમારો અધિકાર, અંગ્રેજીમાં મુદ્દો ઉડાવી દીધો

Published : 09 April, 2026 11:07 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફારસી ભાષાની પ્રેસ-રિલીઝમાં કહ્યું કે એનરિચ્ડ યુરેનિયમ અમારો અધિકાર, અંગ્રેજી રિલીઝમાં આ મુદ્દો ઉડાવી દીધો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાં માટે યુદ્ધવિરામ થયો છે અને આ માટે અમેરિકાનો ૧૫ પૉઇન્ટનો અને ઈરાનનો ૧૦ પૉઇન્ટનો પ્રસ્તાવ છે. ઈરાનના પ્રસ્તાવની ફારસી ભાષાની રિલીઝમાં સ્પષ્ટરૂપે માગણી કરવામાં આવી છે કે અમેરિકા ઈરાનના એનરિચ્ડ યુરેનિયમના અધિકારનો સ્વીકાર કરે, પણ આ રિલીઝના અંગ્રેજી અનુવાદમાં આ મુદ્દો ગાયબ છે. આ એક રીતે રણનીતિક અસ્પષ્ટતા છે. ઈરાન એના ઘરેલુ સમર્થકોને એ દર્શાવવા માગે છે કે એણે પરમાણુ અધિકાર મેળવી લીધો છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર આ મુદ્દે પોતાને સ્થિતિસ્થાપક બનાવી રાખવા માગે છે.
અમેરિકાના પ્રસ્તાવમાં ઈરાનના નાતાંજ, ફોર્ડો અને ઇસ્ફહાન જેવાં પરમાણુ મથકોને નિષ્કિય બનાવવાની માગણી સામેલ છે. આ સિવાય ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સીના સુપરવિઝનની વાત જણાવવામાં આવી છે. એનરિચ્ડ યુરેનિયમનો હિસ્સો દેશની બહાર મોકલવાની માગણી અમેરિકાએ કરી છે. ઈરાન જો આ શરતો માનશે તો એના પરના પ્રતિબંધો હટાવવામાં આવશે અને નાગરિક પરમાણુ ઊર્જા (વીજળી ઉત્પાદન) માટે મદદ કરવામાં આવશે.  


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 11:07 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK