Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફ્રેન્ડે બર્થ-ડે પાર્ટીમાં ન બોલાવ્યો એટલે આત્મહત્યા કરી લીધી ૨૪ વર્ષના યુવકે

ફ્રેન્ડે બર્થ-ડે પાર્ટીમાં ન બોલાવ્યો એટલે આત્મહત્યા કરી લીધી ૨૪ વર્ષના યુવકે

Published : 09 April, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હું મારું દુઃખ કોને કહું, હું સાવ એકલો પડી ગયો છું’ એવું સ્ટેટસ મૂકીને ઝેર ગટગટાવ્યું

મહેશ ભણગે

મહેશ ભણગે


મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈમાં રહેતા ૨૪ વર્ષના યુવકે મિત્રએ બર્થ-ડે પાર્ટીમાં ન બોલાવ્યો એટલે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ મહેશ ભણગેએ મંગળવારે બપોરે તેના ઘરની ટેરેસ પર જઈને ઝેરી દવા પી લીધી હતી. રાતે ૮ વાગ્યે પરિવારજનોએ તેને બેભાન અવસ્થામાં જોતાં તાત્કાલિક સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મહેશના પરિવારજનોના જણાવ્યા મુજબ તે મિત્રોના દરેક પ્રસંગમાં હાજર રહેતો હતો. જોકે તાજેતરમાં જ કોઈ બાબતે મિત્રો સાથે વિવાદ થતાં તેમના સંબંધોમાં કડવાશ આવી હતી.  સોમવારે એક મિત્રની બર્થ-ડે પાર્ટીમાં તેને જાણીજોઈને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. એને લીધે દુખી થઈ ગયેલા યુવકે આત્મહત્યા કરતાં પહેલાં પોતાના મોબાઇલ-સ્ટેટસમાં લખ્યું હતું કે ‘હું મારું દુઃખ કોને કહું, હું સાવ એકલો પડી ગયો છું.’ મિત્રો દ્વારા એકલો પાડી દેવાતાં યુવકે આ પગલું ભર્યું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK