બે જહાજોમાં પનામાના ફ્લૅગવાળા MSC ફ્રાન્સેસ્કા અને લાઇબેરિયાના ધ્વજવાળા એપામિનોન્ડાસ હવે IRGCની કસ્ટડીમાં છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઈરાનના ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC) નૌકાદળે ભારત આવી રહેલાં બે કાર્ગો જહાજોને પકડી લીધાં છે અને એમને ઈરાન લઈ જવામાં આવ્યાં છે. બન્ને જહાજો હવે હોર્મુઝ સ્ટ્રેટમાં લાંગરાયેલાં છે.
બે જહાજોમાં પનામાના ફ્લૅગવાળા MSC ફ્રાન્સેસ્કા અને લાઇબેરિયાના ધ્વજવાળા એપામિનોન્ડાસ હવે IRGCની કસ્ટડીમાં છે. એવું માનવામાં આવે છે કે એપામિનોન્ડાસ ઇઝરાયલ સાથે જોડાયેલું છે. આ જહાજ ભારતમાં મુંદ્રા બંદર પર આવી રહ્યું હતું. IRGCએ જહાજોની તસવીરો શૅર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ પગલું અમેરિકન આતંકવાદી દળો દ્વારા દરિયાઈ ચાંચિયાગીરીના જવાબમાં લેવામાં આવ્યું છે.
