પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમેરિકા ભારત પર યુક્રેનમાં યુદ્ધને શંકાસ્પદ રીતે ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવે છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદી દીધા બાદ ઈરાને ભારતને ટેકો આપતી એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમેરિકા ભારત પર યુક્રેનમાં યુદ્ધને શંકાસ્પદ રીતે ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવે છે, સાથે-સાથે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા યુદ્ધ-ગુનેગારોનું વાઇટ હાઉસમાં સ્વાગત કરે છે અને ઇઝરાયલને શસ્ત્રો પૂરાં પાડે છે જે પોતાને ગાઝામાં ચાલી રહેલા નરસંહારમાં નિર્વિવાદ રીતે સામેલ બનાવે છે. આ દંભ એની ચરમસીમાએ છે.

