Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનની ટ્રમ્પને ચેતવણી: ખામેનેઈની હત્યા માટે ટ્રમ્પે કિંમત ચૂકવવી પડશે, છોડીશું નહીં

ઈરાનની ટ્રમ્પને ચેતવણી: ખામેનેઈની હત્યા માટે ટ્રમ્પે કિંમત ચૂકવવી પડશે, છોડીશું નહીં

Published : 09 March, 2026 09:58 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રમ્પે એ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે ઈરાન પર અમેરિકન હુમલાઓ ચાલુ રહેશે અને તેહરાને બચવા માટે બિનશરતી શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ.

અલી લારીજાની

અલી લારીજાની


ઈરાનના સિક્યૉરિટી ચીફ અલી લારીજાનીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યાની કિંમત અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચૂકવવી પડશે. અમે અમારા નેતા અને અમારા લોકોના લોહીનો બદલો અવિરતપણે લઈશું.’

સ્ટેટ ટીવી પરની એક મુલાકાતમાં લારીજાનીએ કહ્યું હતું કે ‘ઈરાન ટ્રમ્પને છોડશે નહીં. તેમણે જે કર્યું છે એની કિંમત તેમણે ચૂકવવી પડશે. તેમણે અમારા નેતાની હત્યા કરી અને અમારા ૧૦૦૦થી વધુ લોકોને શહીદ કર્યા. આ કોઈ સરળ બાબત નથી.’



ટ્રમ્પે ધમકીઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ લારીજાનીને ઓળખતા નથી. ધમકી પર પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘મને ખબર નથી કે તેઓ શું વાત કરી રહ્યા છે? તેઓ કોણ છે? મને કંઈ પડી નથી. તેઓ પહેલાં જ હારી ગયા છે.’


ટ્રમ્પે એ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે ઈરાન પર અમેરિકન હુમલાઓ ચાલુ રહેશે અને તેહરાને બચવા માટે બિનશરતી શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ.

ઈરાનની સ્કૂલ પર ઈરાને પોતે જ હુમલો કર્યો હોવાનો ડોનલ્ડ ટ્રમ્પનો દાવો


અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો એના પહેલા દિવસે મીનાબ શહેરમાં થયેલા હુમલામાં ૧૬૦ છોકરીઓનો ભોગ લેવાયો હતો, પણ હવે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ હુમલો ખુદ ઈરાને જ કર્યો હશે. મીડિયા સાથેની વાતચીતમાં ડોનલ્ડ ટ્રમ્પે મીનાબમાં ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલા માટે ઈરાનને દોષી ઠેરવતાં કહ્યું હતું કે મને લાગે છે કે આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો, કારણ કે એ બેફામ કોઈ સટીકતા વિના અંધાધૂધ કરી રહ્યું છે. ઈરાનથી જ ગરબડ થઈ હશે.’ આ હુમલા પછી ઈરાને પીડિતોની સામૂહિક દફનવિધિ દર્શાવતી તસવીરો જાહેર કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 09:58 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK