Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પરમાણુ અધિકારોને જતા કરવાની ઈરાની રાષ્ટ્રપતિની સ્પષ્ટ ના

પરમાણુ અધિકારોને જતા કરવાની ઈરાની રાષ્ટ્રપતિની સ્પષ્ટ ના

Published : 20 April, 2026 11:23 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરમાણુ અધિકારોને જતા કરવાની ઈરાની રાષ્ટ્રપતિની સ્પષ્ટ ના, કહ્યું…ટ્રમ્પ કોણ છે અમારી પાસેથી પરમાણુ અધિકાર છીનવવાવાળા?

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયા

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયા


૨૧ એપ્રિલે સીઝફાયર ખતમ થવાના આરે છે અને બીજા તબક્કાની શાંતિમંત્રણાની વાતો પણ ચાલી રહી છે ત્યારે ઈરાને ફરીથી પોતાના પરમાણુ અધિકારોને જતા કરવાની વાતનો અસ્વીકાર કર્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને રવિવારે એક ઈરાની ન્યુઝ-એજન્સીને કહ્યું હતું કે ‘ટ્રમ્પ કહે છે કે ઈરાન એના પરમાણુ અધિકારો ન વાપરી શકે, પરંતુ એ નથી કહેતા કે ગયા ગુનાસર? તેઓ કોણ છે કોઈ દેશને એના અધિકારોથી વંચિત કરવાવાળા? ઈરાન યુદ્ધ કરવા નથી માગતું, માત્ર આત્મરક્ષા માટે જ પગલાં લઈ રહ્યું છે.’

ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના રહેવાસી વિસ્તારોને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેમના હુમલાઓ બતાવે છે કે તેઓ કેટલા હતાશ થઈ ચૂક્યા છે. ઈરાની સેનાએ ખૂબ મોટી તાકાતોના દબાવ અને ભારે ખતરા છતાં મજબૂતીથી સામનો કર્યો છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 11:23 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK