Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલમાં નેતન્યાહુની સત્તા જવાની શક્યતા વધી

ઇઝરાયલમાં નેતન્યાહુની સત્તા જવાની શક્યતા વધી

Published : 06 November, 2026 03:42 PM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરબ પક્ષોના સમર્થનથી સરકાર રચવાનો આઇઝનકોટનો દાવો મજબૂત

બેન્જામિન નેતન્યાહુ, ગાદી આઇઝનકોટ

બેન્જામિન નેતન્યાહુ, ગાદી આઇઝનકોટ


ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને સત્તા પરથી હટાવવાની વિપક્ષની કવાયત નિર્ણાયક તબક્કે પહોંચી છે. આરબ પક્ષોના સમર્થનથી નેતન્યાહુના હરીફ અને યાશાર પાર્ટીના નેતા ગાદી આઇઝનકોટને નવી સરકાર રચવા માટે જરૂરી ૬૧ સંસદસભ્યોનું સમર્થન મળ્યું છે. ગુરુવારે આરબ પક્ષ જૉઇન્ટ લિસ્ટે પણ આઇઝનકોટને ટેકો જાહેર કરતાં તેમની સરકાર રચવાની શક્યતા વધુ મજબૂત બની છે.

ઇઝરાયલની ૧૨૦ સભ્યોની સંસદમાં સરકાર રચવા ૬૧ સભ્યોનું સમર્થન જરૂરી છે. ૨૭ ઑક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં નેતન્યાહુના ગઠબંધનને ૫૩ બેઠકો મળી હતી, જ્યારે આઇઝનકોટના વિપક્ષી ગઠબંધનને ૪૮ બેઠકો મળી હતી. આરબ પક્ષો જૉઇન્ટ લિસ્ટને ૧૯ બેઠકો મળી હતી. આરબ પક્ષોએ પણ ગુરુવારે આઇઝનકોટને સરકાર રચવા માટે સમર્થન આપવાની જાહેરાત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 03:42 PM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK