Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હોર્મુઝમાં જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવા યુરોપના દેશો અને જપાનના સંયુક્ત પ્રયાસો

હોર્મુઝમાં જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવા યુરોપના દેશો અને જપાનના સંયુક્ત પ્રયાસો

Published : 20 March, 2026 07:53 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી ગૅસ અને તેલ ભરેલાં જહાજોની અવરજવરને અવરોધ પહોંચ્યો છે

હોર્મુઝની ખાડી

હોર્મુઝની ખાડી


બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને નેધરલૅન્ડ્સે જપાન સાથે મળીને જણાવ્યું હતું કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવામાં મદદ કરવા તૈયાર છે. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી ગૅસ અને તેલ ભરેલાં જહાજોની અવરજવરને અવરોધ પહોંચ્યો છે જેને કારણે વૈશ્વિક ઊર્જાપુરવઠો ખોરવાઈ ગયો છે. ગઈ કાલે જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ દેશોએ જણાવ્યું હતું કે તેઓ ઊર્જા-બજારોને સ્થિર કરવા માટે સંકલિત પગલાં લેશે, કારણ કે તનાવ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગોમાંના એકને અવરોધે છે.

આ જૂથે ઈરાનને કમર્શિયલ શિપિંગ અને પ્રાદેશિક સ્થિરતાને જોખમમાં મૂકતા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પ્રયાસોમાં યોગદાન આપવા માટે અમારી તૈયારી વ્યક્ત કરીએ છીએ.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 07:53 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK