જસ્ટિન ટ્રુડો સ્પીચ આપ્યા બાદ ખુરસી લઈને જતા દેખાય છે. આ સમયે તેઓ કૅમેરા સામે જોઈને હસી પણ રહ્યા છે. તેમના હાથમાં હાઉસ ઑફ કૉમન્સની ખુરસી છે.
જસ્ટિન ટ્રુડો
કૅનેડાના નવા વડા પ્રધાન તરીકે માર્ક કાર્નીની પસંદગી કરી લેવામાં આવી છે, પણ તેઓ સત્તા ગ્રહણ કરે એ પહેલાં સોમવારે સત્તાધારી લિબરલ પાર્ટીનું અધિવેશન થયું હતું જેમાં કાર્યવાહક વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને સત્તાવાર વિદાય આપવામાં આવી. આ વિદાય-સમારોહમાં લેવામાં આવેલી એક તસવીર વાઇરલ થઈ છે, જેમાં દેખાય છે કે જસ્ટિન ટ્રુડો સ્પીચ આપ્યા બાદ ખુરસી લઈને જતા દેખાય છે. આ સમયે તેઓ કૅમેરા સામે જોઈને હસી પણ રહ્યા છે. તેમના હાથમાં હાઉસ ઑફ કૉમન્સની ખુરસી છે. એવું માનવામાં આવે છે કે જસ્ટિન ટ્રુડોની વિદાયનું આ પ્રતીક છે.

