એક્સરસાઇઝ કરતાં પહેલાં જરૂરી છે કે વૉર્મ-અપ કરો જેમાં ધીમે-ધીમે ધબકારાની સ્પીડ વધે છે, લોહીનું પરિભ્રમણ વધે છે અને સ્નાયુ થોડા ઢીલા પડે છે
પ્રતીકાત્મક તસવીર
આજકાલ અમારી પાસે એક પ્રકારના દરદીઓ આવવાનું શરૂ થયું છે. એ પ્રકાર છે એક્સરસાઇઝ કરવા જતાં ઇન્જરીને નોતરી આવનાર લોકો. ટ્રેડમિલ પર ચાલવા જતાં ઘૂંટણનો શરુ થઈ ગયેલો દુખાવો, યોગ કરવા જતા કમરના સ્નાયુમાં આવી ગયેલું ખેંચાણ. અને કારણ પૂછો કે શું થયું હતું? તો એમાં જવાબ એ જ નીકળે છે કે એક્સરસાઇઝ કરતા હતા અને આવું થઈ ગયું. એક્સરસાઇઝ કરવી અત્યંત જરૂરી છે, પણ એ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
એક્સરસાઇઝ કરતાં-કરતાં ઇન્જરી ન થાય એ માટે સૌથી પહેલાં વૉર્મ-અપ અને કૂલિંગ ડાઉનનું મહત્ત્વ સમજવું જરૂરી છે. એક્સરસાઇઝ કરતાં પહેલાં જરૂરી છે કે વૉર્મ-અપ કરો જેમાં ધીમે-ધીમે ધબકારાની સ્પીડ વધે છે, લોહીનું પરિભ્રમણ વધે છે અને સ્નાયુ થોડા ઢીલા પડે છે. એ જ રીતે કૂલિંગ ડાઉન પણ જરૂરી છે. એ કરવાથી એકદમ ધીમે-ધીમે શરીર નૉર્મલ થાય છે. સ્નાયુઓ એકદમ અકળાઈ જતાં બચે છે.
ADVERTISEMENT
બીજી અત્યંત જરૂરી બાબત એ છે કે શરીરમાં પૂરતી માત્રામાં પાણી હોવું જોઈએ. એક્સરસાઇઝ દરમિયાન વળતા અધિક પરસેવાને કારણે શરીરમાંથી પાણીની માત્રા ઓછી થાય તો પણ સ્નાયુ જકડાઈ જાય છે. આ સિવાય યોગ્ય ફુટવેઅરની પસંદગી કરો. તમારા શૂઝમાં પ્રૉપર ગાદી હોય અને એની તમારા પગ પર પકડ સારી હોય એ ખૂબ જરૂરી છે. તમારા શૂઝ શૉક-ઍબ્સૉર્બ કરતા હોય તો દોડતી વખતે ઘૂંટણ પર અસર નહીં થાય. બીજું એ કે વેઇટલિફ્ટિંગ વખતે જે શૂઝ સ્ટેબિલિટી આપતા હોય એ પહેરવામાં આવે તો ઇન્જરી ટાળી શકાય છે. પ
એક્સરસાઇઝનાં ફૉર્મ અને ટેક્નિક ખોટાં હોય, પૉશ્ચર ખોટું હોય તો પણ ઇન્જરી થવાની પૂરી શક્યતાઓ છે ખાસ કરીને સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ અને હાઈ-ઇન્ટેન્સિટી એક્સરસાઇઝમાં તકલીફો આવે છે. યોગ કરો કે ડમ્બેલ ઉપાડો, જો સાચી ટેક્નિક ન ખબર હોય તો જાણકાર ટ્રેઇનર પાસે જ એક્સરસાઇઝ કરો, રિસ્ક ન લો. આ સિવાય ખુદની લિમિટને સમજવી જરૂરી છે. આપણાથી તો બધું જ થઈ જશે એમ માનીને કૂદી ન પડવું. બીજું એ કે એક્સરસાઇઝ કરી લીધા પછી શરીરને જરૂરી રેસ્ટ ટાઇમ આપવો. રિકવરી માટે રેસ્ટ અત્યંત જરૂરી છે. આમ જેટલી કાળજી રાખશો એટલી ઇન્જરીથી બચવાની શક્યતા વધુ છે. યાદ રહે, એક્સરસાઇઝ આપણે સ્વસ્થ રહેવા માટે કરીએ છીએ, ઇન્જરી થાય એ માટે નહીં. -ડૉ. અમિત મહેતા

