શૉપિંગ મૉલમાં ધડાકાભેર માળ ધસી પડતાં પચાસથી વધુ લોકો દબાયા
જપાનના કુમામોટો પ્રાંતમાં યત્સુશિરોમાં આવેલા ધરતીકંપમાં તૂટી ગયેલો બ્રિજ.
જપાનના દક્ષિણ-પશ્ચિમી ક્યુશુ ટાપુ પર આવેલા કુમામોટો પ્રાંતમાં મંગળવારે ૭.૧ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવતાં ભારે તારાજી સર્જાઈ છે. સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ-કામગીરી શરૂ કરી છે.
ભૂકંપ અને સુનામી ઍડ્વાઇઝરી: જપાન મિટિયરોલૉજિકલ એજન્સી (JMA)ના જણાવ્યા મુજબ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે ૪.૨૭ વાગ્યે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. એક મીટર ઊંચી સુનામીની ઍડ્વાઇઝરી જાહેર કર્યાના એક કલાક પછી પાછી ખેંચાઈ હતી.
ADVERTISEMENT
મૉલ ધસી પડ્યો અને જાનહાનિ: ભૂકંપ બાદ કાશિમા ટાઉનમાં આવેલા શૉપિંગ મૉલમાં ધમાકો થતાં બીજો માળ ધસી પડ્યો હતો, જેમાં પચાસથી વધુ લોકો દબાયા હોવાની અને
અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.
સ્થળાંતર અને આફ્ટરશૉક્સ: ક્યુશુ ટાપુના ૧.૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. પ્રાંતમાં ૬૦થી વધુ આફ્ટરશૉક્સ નોંધાયા હતા.
