આગમાં ૧૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૫ લોકો ઘાયલ થયા હતા
આગ જોતજોતાંમાં આસપાસનાં ૭ બિલ્ડિંગોમાં ફેલાઈ ગઈ
ગઈ કાલે હૉન્ગકૉન્ગના તાઈ પો જિલ્લામાં ૩૫ માળના એક રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી. એક બિલ્ડિંગમાં લાગેલી આગ જોતજોતાંમાં આસપાસનાં ૭ બિલ્ડિંગોમાં ફેલાઈ ગઈ હતી. આ કૉમ્પ્લેક્સમાં લગભગ ૨૦૦૦ ઘરો છે જેમાં ૪૮૦૦ લોકો રહે છે. આગ લાગવાનું મૂળ કારણ હજી જાણી શકાયું નથી. ફાયર-ફાઇટરોની ટીમ લગભગ ૩ કલાકની જહેમત પછી માત્ર એક જ બિલ્ડિંગની આગ ઓલવી શક્યા હતા. આગમાં ૧૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. હજારો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શક્યો નહોતો.


