૬૦ મહિનામાં સી-લિન્ક અને ઉત્તન, વસઈ અને વિરાર વચ્ચે ૩૦.૭૭ કિલોમીટરના કનેક્ટિંગ રોડ બનીને તૈયાર થશે
પ્રતીકાત્મક તસવીર
૬૦ મહિનામાં સી-લિન્ક અને ઉત્તન, વસઈ અને વિરાર વચ્ચે ૩૦.૭૭ કિલોમીટરના કનેક્ટિંગ રોડ બનીને તૈયાર થશે
મહારાષ્ટ્ર સરકારે ઉત્તન-વિરાર સી-લિન્કના પ્રથમ તબક્કા માટે ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) અને ઇમ્પ્લીમેન્ટેશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. ૫૮,૭૫૪.૭૧ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ ઊભો થશે. આ વિશે મંગળવારે બહાર પાડવામાં આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) અનુસાર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) આ પ્રોજેક્ટનો અમલ કરશે જે મુંબઈનાં વેસ્ટર્ન સબર્બ્સ અને પાલઘર વચ્ચે કનેક્ટિવિટી વધારશે. અહીં પ્રસ્તાવિત વાઢવણ બંદર પણ આકાર લઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ જે ૬૦ મહિનામાં પૂરો થવાનો અંદાજ છે એમાં ૨૪.૩૫ કિલોમીટરનો મુખ્ય સી-લિન્ક અને ઉત્તન, વસઈ અને વિરાર વચ્ચે ૩૦.૭૭ કિલોમીટરના કનેક્ટિંગ રોડનો સમાવેશ થાય છે, એની કુલ લંબાઈ ૫૫.૧૨ કિલોમીટર હશે.
રાજ્ય સરકારે MMRDAના DPRને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને ભવિષ્યમાં મુંબઈ-વાઢવણ એક્સપ્રેસવે કનેક્ટિવિટી કહેવામાં આવશે. રાજ્ય MMRDAને વ્યાજ વગરના ૧૧,૧૧૬.૨૭ કરોડ રૂપિયા આપશે, જેમાં કેન્દ્ર અને રાજ્યને ચૂકવવાપાત્ર કર સહિત ૨૬૧૯ કરોડ રૂપિયા જમીન સંપાદન અને ૨૬૧ કરોડ રૂપિયા રીહૅબિલિટેશન માટેનું ભંડોળ રહેશે. બાકીનું ભંડોળ MMRDA પોતાના હિસ્સા અને લોનમાંથી મેળવશે એમ GRમાં જણાવાયું છે.


