Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > યુઝર્સની મંજૂરી વિના ફોટો વાપરવા બદલ મેટાને ૮૪૨૬ કરોડનો દંડ

યુઝર્સની મંજૂરી વિના ફોટો વાપરવા બદલ મેટાને ૮૪૨૬ કરોડનો દંડ

Published : 16 November, 2026 10:21 AM | IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑથોરિટીએ મેટાને ૬૦ દિવસમાં આ ફીચર ડિફૉલ્ટ રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇટલીની ડેટા પ્રોટેક્શન ઑથોરિટીએ ઍન્ડ્રૉઇડ યુઝર્સના ફોટોગ્રાફ્સ અને વિડિયો ઍડ્વાન્સ મંજૂરી વિના ઍક્સેસ કરવા બદલ સોશ્યલ મીડિયા જાયન્ટ મેટા (Meta) ને ૮૪૨૬.૫ કરોડ રૂપિયા (૮૮.૭ કરોડ ડૉલર)નો દંડ ફટકાર્યો છે. આ દંડ ઇટાલિયન ઑથોરિટી દ્વારા અત્યાર સુધી ટેક કંપનીઓને કરવામાં આવેલા સૌથી મોટા દંડ પૈકીનો એક છે. ઑથોરિટીએ મેટાને ૬૦ દિવસમાં આ ફીચર ડિફૉલ્ટ રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ઑથોરિટીના જણાવ્યા મુજબ મેટાએ લગભગ બે કરોડ યુઝર્સને એ સ્પષ્ટ નહોતું કર્યું કે ફેસબુકની ઍપ તેમના ફોનની ગૅલરીના ફોટોઝ ઍક્સેસ કરી શકશે. આ ફીચર યુઝર્સને પોસ્ટ માટે તેમના જ ફોટોગ્રાફ્સ અને વિડિયો સજેસ્ટ કરતું હતું. જોકે ફેસબુકે આ માટે ઍપનું એક સામાન્ય ઑથોરાઇઝેશન જ લીધું હતું, જે યુઝર્સ માટે સ્પષ્ટ નહોતું.



મેટાના પ્રવક્તાએ આ દંડ વિશે અસંમતિ દર્શાવતાં કહ્યું કે એણે કાયદાનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને આ દંડની રકમ વધારે પડતી છે. કંપની આ નિર્ણય સામે અપીલ કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ ગયા મહિને અમેરિકાની અદાલતે પણ યુઝર્સના ડેટાના દુરુપયોગ વિશે ખોટી માહિતી આપવા બદલ મેટાને ૨.૩૭ લાખ કરોડ રૂપિયા (૨૫ અબજ ડૉલર) નો દંડ ફટકાર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 10:21 AM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK