આ વિવાદ વચ્ચે, મોમિનાના ઇકબાલે MPA સાકિબ ચધરે બ્લૅકમેલ, હેરાનગતિ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, મોમિનાએ લાહોરના ચુંગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માટે અરજી દાખલ કરી છે.
મોમિના ઇકબાલ અને સાકિબ ખાન ચધર
પાકિસ્તાની અભિનેત્રી અને મોડેલ મોમિના ઇકબાલ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના પ્રાંતીય વિધાનસભા (એમપીએ) સાકિબ ખાન ચધર વચ્ચેનો વિવાદ સતત વધતો જાય છે. ભૂતકાળમાં તેમના સંબંધો ચર્ચાનો વિષય રહ્યા હતા, પરંતુ હવે આ મામલો ગંભીર આરોપો, ધમકીઓ અને કરોડો રૂપિયાની ભેટો સાથે વિવાદમાં ફેરવાઈ ગયો છે. 33 વર્ષીય મોમિના ઇકબાલ પાકિસ્તાનની એક પ્રખ્યાત અભિનેત્રી છે. મીડિયા અહેવાલો અનુસાર, સાકિબ ખાન ચધર અને મોમિના ઇકબાલ સંબંધમાં હતા. જોકે, બન્ને વચ્ચેનો અણબનાવ હવે ખુલીને સામે આવ્યો છે. સાકિબે મોમિના પર ગંભીર આરોપો લગાવ્યા છે, અને દાવો કર્યો છે કે તેણે અભિનેત્રીને કરોડો રૂપિયાની મોંઘી વસ્તુઓ ભેટમાં આપી હતી તે હવે તેને પાછી જોઈએ છે.
કરોડોની ભેટોનો વિવાદ
ADVERTISEMENT
સાકિબ ખાન ચધરે જણાવ્યું છે કે તે મોમિનાના ઇકબાલને હેરાન નથી કરી રહ્યો, પરંતુ ફક્ત તેની કિંમતી ભેટો પરત માગી રહ્યો છે. તેણે ઉમેર્યું કે મોમિનાના બીજા કોઈ સાથે લગ્ન કર્યા છે, તેનાથી કોઈ વાંધો નથી. પાકિસ્તાની સિનેમેટોગ્રાફર ઇર્શાદ ભટ્ટીએ પણ આ મામલે દલીલ કરી હતી, અને દાવો કર્યો હતો કે MPA સાકિબના વકીલ, મિયાં અલી અશફાકે તેને જાણ કરી હતી કે સાકિબે મોમિનાને ટોયોટા ફોર્ચ્યુનર અને હોન્ડા સિવિક કાર ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર, ફોર્ચ્યુનરનો મોમિનાની માતા ઉપયોગ કરી રહી છે. વધુમાં, એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે સાકિબે તેને અન્ય લક્ઝરી વસ્તુઓ સાથે 8.4 મિલિયન રૂપિયાની મોંઘી ઘડિયાળ પણ ભેટમાં આપી હતી. એવું કહેવાય છે કે આ બધી ભેટોની કુલ કિંમત આશરે 10 કરોડ જેટલી છે.
મોમિનાએ ફરિયાદ નોંધાવી
આ વિવાદ વચ્ચે, મોમિનાના ઇકબાલે MPA સાકિબ ચધરે બ્લૅકમેલ, હેરાનગતિ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, મોમિનાએ લાહોરના ચુંગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા માટે અરજી દાખલ કરી છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે ચધરે તેને અને તેના મંગેતરને સતત ધમકીભર્યા ફોન કોલ કર્યા. અભિનેત્રીએ ચધરના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી, આરોપીએ તેની સાથે અયોગ્ય વર્તન કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેને બ્લૅકમેલનો પણ કરી. ઔપચારિક ફરિયાદમાં વૉટ્સઍપ મૅસેજ અને વીડિયો કૉલનો પણ ઉલ્લેખ છે. મોમિનાએ આરોપ લગાવ્યો હતો કે તેની બહેનના મોબાઇલ ફોન પર ધમકીભર્યા મૅસેજ પણ મોકલવામાં આવ્યા હતા. તેના વકીલો સાથે, તે ચુંગ પોલીસ સ્ટેશન પહોંચી અને સ્ટેશન હાઉસ ઓફિસર (SHO), ફહીમ ઇમદાદને સમગ્ર મામલાની જાણ કરી.
ખાનગી લગ્નની પુષ્ટિ
The recent matter involving a PML-N Member of the Provincial Assembly and a prominent media personality is a personal issue and will be addressed strictly on merit and in accordance with the law, however, I want to make it absolutely clear that I will not spare anyone found…
— Maryam Nawaz Sharif (@MaryamNSharif) May 22, 2026
આ સમગ્ર વિવાદ વચ્ચે, મોમિનાના ઇકબાલે હમઝા હબીબ સાથે લગ્ન કર્યા છે. મીડિયા સાથે વાત કરતા, હમઝા હબીબે ખુલાસો કર્યો કે આ દંપતીએ એક નિકાહ સમારંભ કર્યો હતો અને તેમનું ગોઠવાયેલ લગ્ન છે. તેમણે કહ્યું કે તે હવે મોમિનાના કાયદેસર પતિ છે.
મરિયમ નવાઝની પ્રતિક્રિયા
પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાઇવેટ કન્ટેન્ટ જાહેર કરવાની ધમકી આપીને મહિલાને ડરાવવાના કોઈપણ પ્રયાસ અથવા રાજકીય દબાણ લાવવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરાયેલા એક નિવેદનમાં, મરિયમ નવાઝે ખાતરી આપી હતી કે આ એક વ્યક્તિગત મામલો છે અને કાયદા અનુસાર તેની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે. આ પહેલા, મોમિના ઇકબાલે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે તે ઘણા સમયથી ઓનલાઈન ઉત્પીડન, સાયબર ધમકીઓ અને મૃત્યુની ધમકીઓનો સામનો કરી રહી છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ તપાસ એજન્સી અને ફેડરલ તપાસ એજન્સીમાં અનેક ફરિયાદો નોંધાવવા છતાં, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
