Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડમાં નરેન્દ્ર મોદીએ દેખાડ્યું સ્પેશ્યલ મફલર

ન્યુ ઝીલૅન્ડમાં નરેન્દ્ર મોદીએ દેખાડ્યું સ્પેશ્યલ મફલર

Published : 12 July, 2026 10:32 AM | IST | New Zeeland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહ્યું કે આ મને અહીંથી ગિફ્ટમાં મળ્યું હતું, સંભાળીને રાખ્યું છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ન્યુ ઝીલૅન્ડના પ્રવાસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમના જીવનનો એક ભાવનાત્મક અનુભવ શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મને લગભગ પચીસ થી ૩૦ વર્ષ પહેલાં ન્યુ ઝીલૅન્ડની મુલાકાત લેવાની તક મળી હતી. એ સમયે હું કોઈ સરકારનો ભાગ નહોતો અને જાહેર જીવનમાં ખૂબ ઓછા લોકો મને ઓળખતા હતા. એ સમયે મારું જીવન આજ કરતાં સંપૂર્ણપણે અલગ હતું, પરંતુ મને હજુ પણ ન્યુ ઝીલૅન્ડના લોકો તરફથી મળેલો સ્નેહ યાદ છે. એ મુલાકાત દરમ્યાન એક વ્યક્તિએ મને ત્રણ વસ્તુઓ ભેટમાં આપી હતી.’

આટલું કહીને સ્ટેજ પરથી ભીડને પોતાનું મફલર બતાવતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આ એ જ મફલર છે જે એક વ્યક્તિએ મને પચીસથી ૩૦ વર્ષ પહેલાં ન્યુ ઝીલૅન્ડમાં ગિફ્ટ આપ્યું હતું. આટલાં વર્ષો પછી પણ એને મેં સાચવી રાખ્યું છે. મને ભેટ તરીકે ટોપી અને મોજાં પણ મળ્યાં હતાં, કારણ કે ઠંડી હતી. હું આ મફલરનું એટલું જ ધ્યાન રાખું છું જેટલું તેઓ ન્યુ ઝીલૅન્ડમાં રહેતા ભારતીયો અને એના લોકોનાં પ્રેમ અને લાગણીનું ધ્યાન રાખે છે. આ ભેટનું મૂલ્ય એના નાણાકીય મૂલ્યથી નક્કી થતું નથી, એની સાથે જોડાયેલી લાગણીઓ અને સંબંધો દ્વારા નક્કી કરવામાં આવે છે.’ 
વડા પ્રધાનની આ ભાવનાત્મક વાત સાંભળીને કાર્યક્રમમાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 10:32 AM IST | New Zeeland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK