Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેપાલમાં હજી એક ચમત્કારઃ તબાહીના ૧૦ દિવસ પછી ૬૦ વર્ષની મહિલા કાટમાળ નીચેથી જીવતી મળી આવી

નેપાલમાં હજી એક ચમત્કારઃ તબાહીના ૧૦ દિવસ પછી ૬૦ વર્ષની મહિલા કાટમાળ નીચેથી જીવતી મળી આવી

Published : 06 September, 2026 02:43 PM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેત્રાવતી બજારમાં કાદવ અને પૂરના કાટમાળથી ભરાઈ ગયેલી ચાર માળના બિલ્ડિંગના ઉપરના માળે તે ફસાઈ ગઈ હતી.

ચંદ્રિકા શ્રેષ્ઠા

ચંદ્રિકા શ્રેષ્ઠા


નેપાલમાં ૨૬ ઑગસ્ટે આવેલા વિનાશક પૂરની ઘટનાના અગિયારમા દિવસે નુવાકોટના બેત્રાવતીમાં એક ઘરની નીચે ૧૧ દિવસથી દટાયેલી ૬૦ વર્ષની ચંદ્રિકા શ્રેષ્ઠા નામની મહિલાને ઇમર્જન્સી ટીમોએ ગઈ કાલે જીવતી શોધી કાઢી હતી અને બચાવી લીધી હતી. બેત્રાવતી બજારમાં કાદવ અને પૂરના કાટમાળથી ભરાઈ ગયેલી ચાર માળના બિલ્ડિંગના ઉપરના માળે તે ફસાઈ ગઈ હતી.
નેપાલ પોલીસ અને સશસ્ત્ર પોલીસદળની સંયુક્ત કામગીરી વખતે કાટમાળ નીચેથી તેનો અવાજ સંભળાયો હતો. બચાવકર્તાઓએ શરૂઆતમાં તેને અસ્થિર, અર્ધ બેભાન અવસ્થામાં શોધી કાઢી હતી. તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને મેડિકલ તપાસ માટે તેને નેપાલ આર્મીના હેલિકૉપ્ટર દ્વારા ઍરલિફ્ટ કરીને કાઠમાંડુની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ત્રિશુલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાંથી ચાઇનીઝ વર્કર પણ જીવતો મળ્યો
નેપાલમાં બચાવટીમોએ ગઈ કાલે પૂરગ્રસ્ત ત્રિશુલી-3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલની અંદર ફસાયેલા એક ચાઇનીઝ કામદારને જીવતો શોધી કાઢીને બચાવી લીધો હતો. આમ ૨૬ ઑગસ્ટના પૂરના ૧૦ દિવસ બાદ ટનલમાંથી કુલ ૩ કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. આ પહેલાં શુક્રવારે બે કામદારોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ચાઇનીઝ નાગરિક સલામત છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 02:43 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK