મૅન્ચેસ્ટર સિટીના અર્લિંગ હાલૅન્ડે ૩૮૪ મૅચમાં ૩૦૦ ક્લબ-ગોલ પૂર્ણ કરીને એમ્બાપે અને રોનાલ્ડોનો રેકૉર્ડ તોડ્યો, જોકે મેસીનો ૩૬૫ મૅચનો રેકૉર્ડ હજુ અકબંધ છે.
અર્લિંગ હાલૅન્ડ
નૉર્વેના ૨૬ વર્ષના ફુટબૉલર અર્લિંગ હાલૅન્ડે પોતાની કરીઅરના ૩૦૦ ગોલ પૂરા કર્યા છે. હાલમાં પ્રીમિયર લીગની મૅચ દરમ્યાન મૅન્ચેસ્ટર સિટી તરફથી રમતાં હાલૅન્ડે ૨૬મી મિનિટે ગોલ કરીને કોવેન્ટ્રી સિટી સામે ૧-૦થી જીત નોંધાવવામાં મદદ કરી હતી.
હાલૅન્ડે માત્ર ૩૮૪ મૅચોમાં ૩૦૦ ક્લબ-ગોલનો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તેણે ફ્રાન્સના કિલિયન એમ્બાપેનો ૩૯૮ મૅચમાં અને ક્રિસ્ટીઆનો રોનાલ્ડોનો ૪૯૯ મૅચમાં ૩૦૦ ગોલ કરવાનો રેકૉર્ડ તોડ્યો. જોકે તે આ લિસ્ટમાં પહેલા ક્રમના ખેલાડી લીઅનલ મેસીનો ૩૬૫ મૅચમાં ૩૦૦ ગોલ કરવાના રેકૉર્ડથી પાછળ છે. સૌથી ઝડપી ૩૦૦ કરીઅર ગોલ કરવાનો રેકૉર્ડ હજી પણ મેસીના નામે સુરક્ષિત રહ્યો છે.
