Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: ઘણસોલીમાં દહીહંડીમાં થર બનાવવાના પ્રયાસમાં ગોવિંદા પટકાયા, એકનું મૃત્યુ

News In Shorts: ઘણસોલીમાં દહીહંડીમાં થર બનાવવાના પ્રયાસમાં ગોવિંદા પટકાયા, એકનું મૃત્યુ

Published : 07 September, 2026 07:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈના ઘણસોલીમાં શનિવારે રાતે દહીહંડી ઉત્સવ દરમ્યાન થર બનાવવાના પ્રયાસમાં ૩૪ વર્ષના ગોવિંદાનું મૃત્યુ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈના ઘણસોલીમાં શનિવારે રાતે દહીહંડી ઉત્સવ દરમ્યાન થર બનાવવાના પ્રયાસમાં ૩૪ વર્ષના ગોવિંદાનું મૃત્યુ થયું હતું. રબાળે પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે દેવીદાસ ચૌગુલે દહીહંડી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઘણસોલીનું એક ગોવિંદા પથક દહીહંડી ફોડવા માટે માનવ-પિરામિડ બનાવી રહ્યું હતું. એ દરમ્યાન અચાનક ગોવિંદાઓ નીચે પટકાયા હતા અને એમાં સ્વપ્નિલ નાવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના સંદર્ભે રબાળે 
પોલીસ-સ્ટેશનમાં ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK