Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેપાલમાં મૃતદેહ પરથી સોનાના દાગીના કાઢતા બે જણની ધરપકડ

નેપાલમાં મૃતદેહ પરથી સોનાના દાગીના કાઢતા બે જણની ધરપકડ

Published : 29 August, 2026 09:29 AM | IST | Kathmandu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયો જોઈને લોકોએ કહ્યું, કળિયુગ ચરમસીમાએ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


બુધવારે આવેલા મહાપૂરમાં જીવ ગુમાવનારી મહિલાના કાનમાંથી સોનાના દાગીના તફડાવતા હોવાના આરોપમાં નેપાલમાં બે પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. પોખરા બસ પાર્ક નજીક પોલીસે બે શંકાસ્પદો પચીસ વર્ષના મદન ગુરુંગ અને ૩૮ વર્ષના ઉમેશ ચૌધરીની ઓળખ કરી હતી અને પછી ધરપકડ કરી હતી.

આ સંદર્ભમાં વાઇરલ થયેલા એક વિડિયોમાં દેખાય છે કે બે પુરુષો પૂરના પાણીમાં મૃત હાલતમાં મળી આવેલી એક મહિલાના શરીર પરથી સોનાની બુટ્ટીઓ કાઢી રહ્યા છે. વિડિયોમાં પુરુષો નારાયણી નદીમાંથી એક મહિલાના શરીરને તેના વાળથી અને લાકડાના પાટિયાની મદદથી ખેંચતા પણ જોવા મળે છે. આ સમયે ઘણા લોકો ત્યાં ઊભા રહેલા પણ જોઈ શકાય છે. 
દાગીનાની ચોરીનો આ વિડિયો જોઈને લોકોએ પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે ‘કળિયુગ ચરમસીમાએ પહોંચી ગયો છે. માનવતા ઘણા સમય પહેલાં મરી પરવારી હતી, પરંતુ આ એકદમ અમાનવીય છે.’



નેપાલ પોલીસે આ ઘટનાની નિંદા કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે આપત્તિ દરમ્યાન લૂંટફાટ અથવા કોઈ પણ પ્રકારના અમાનવીય વર્તનમાં સામેલ થવું સહન કરવામાં આવશે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 09:29 AM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK