Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેપાલની પહેલી મહિલા હેલિકૉપ્ટર પાઇલટ પ્રિયા અધિકારીએ પાર પાડ્યાં અઘરાં મિશન

નેપાલની પહેલી મહિલા હેલિકૉપ્ટર પાઇલટ પ્રિયા અધિકારીએ પાર પાડ્યાં અઘરાં મિશન

Published : 03 September, 2026 01:26 PM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયા અધિકારી લાંબા સમયથી અનુભવી હેલિકૉપ્ટર પાઇલટ છે, જે ઊંચાઈવાળા હિમાલય પ્રદેશોમાં બચાવ કામગીરી કરે છે

પ્રિયા અધિકારી

પ્રિયા અધિકારી


નેપાલમાં પૂર અને ભૂસ્ખલનના કારણે થયેલા વિનાશ વચ્ચે ૪૧ વર્ષની લેડી હેલિકૉપ્ટર કૅપ્ટન પ્રિયા અધિકારીએ માત્ર ૬ દિવસમાં લગભગ ૧૦૦ બચાવ-મિશન પૂર્ણ કર્યાં હતાં. તેણે કઠોર હિમાલયી ભૂપ્રદેશમાં હેલિકૉપ્ટર ઉડાવ્યાં છે અને સેંકડો લોકોને અને મૃતદેહોને બહાર કાઢ્યા છે. રસુવા જિલ્લાના પૂરગ્રસ્ત તિમુરે વિસ્તારમાં તેનું મિશન સૌથી પડકારજનક રહ્યું હતું. ભારે પૂર, ઘાતક ભૂસ્ખલન અને કપરા ભૂપ્રદેશ વચ્ચે પ્રિયા અધિકારી નેપાલના બચાવપ્રયાસોમાં હિંમતનું પ્રતીક બની ગઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બચી ગયેલા લોકોને બહાર કાઢવા માટે ખતરનાક પરિસ્થિતિઓનો તેણે સામનો કર્યો છે.

કોણ છે પ્રિયા અધિકારી?



પ્રિયા અધિકારી લાંબા સમયથી અનુભવી હેલિકૉપ્ટર પાઇલટ છે, જે ઊંચાઈવાળા હિમાલય પ્રદેશોમાં બચાવ કામગીરી કરે છે. તેણે લગભગ ૬૨૦૦ મીટરની ઊંચાઈએ ઉડાન ભરી છે, ઘાયલ પર્વતારોહકોને બચાવ્યા છે. જોકે તેની ઉડ્ડયન-કારકિર્દી સીધી શરૂ નહોતી થઈ. તેણે પર્યાવરણવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો અને શરૂઆતમાં કૅબિન-ક્રૂ સભ્ય તરીકે કામ કર્યું હતું. એક વાર હેલિકૉપ્ટરમાં સવારી કર્યા પછી ઉડાનમાં તેની રુચિ વધી અને તેણે ફિલિપીન્સમાં તાલીમ લીધી હતી. જરૂરી ઉડાન-કલાકો પૂર્ણ કર્યા પછી તે ૨૦૧૭માં ફુલટાઇમ હેલિકૉપ્ટર પાઇલટ બની અને બાદમાં ઊંચાઈ પર બચાવ-કામગીરીમાં નિષ્ણાત બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 01:26 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK