અમેરિકાના લૉસ ઍન્જલસમાં બૉમ્બધડાકાના ષડ્યંત્રને નાકામ કર્યું હોવાનો FBIનો દાવો, પૅરિસમાં કૉન્સર્ટ કૅન્સલ
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૮ના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લોકો એના સેલિબ્રેશન માટે ટ્રાવેલ કરવા લાગ્યા છે. જોકે ધ મિરર યુએસ અને ફોકસ ન્યુઝના રિપોર્ટ અનુસાર દુનિયાનાં કેટલાંક શહેરોએ આતંકવાદી હુમલાના ડરથી સુરક્ષા માટે કાં તો મોટા પાયે થનારી ન્યુ યર પાર્ટી કૅન્સલ કરી દીધી છે, કાં એને સીમિત દાયરાની કરી નાખી છે. અમેરિકામાં લૉસ ઍન્જલસમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ બૉમ્બવિસ્ફોટના ષડ્યંત્રને નાકામ કર્યું છે. મોઝાવેના રણમાં હુમલાનો પૂર્વાભ્યાસ કરી રહેલા ચાર શંકાસ્પદોને અમેરિકાનાં સુરક્ષાદળોએ પકડી લીધા છે. ફેડરેશન બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન FBIના કહેવા મુજબ હુમલાખોરો વિસ્ફોટક ઉપકરણો દ્વારા હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે લૉસ ઍન્જલસમાં ન્યુ યર પાર્ટી રદ નથી કરવામાં આવી, પરંતુ કડક સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી છે.
પૅરિસમાં થર્ટીફર્સ્ટની નાઇટે થનારી સૌથી મોટી કૉન્સર્ટનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયાના સિડની અને જપાનના ટોક્યોમાં પણ આતંકવાદી હુમલાના ડરને લીધે પાર્ટીઓના
દાયરાને સીમિત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બરફીલો મહેલ તૈયાર થઈ ગયો છે અમેરિકામાં

નૉર્થ અમેરિકાના નૉર્થ વુડસ્ટૉકમાં ગઈ કાલે આઇસ કૅસલ એટલે કે બરફનો મહેલ ખૂલ્યો હતો. છેલ્લાં પંદર વર્ષથી વાઇટ માઉન્ટન્સના પાંચ અલગ-અલગ લોકેશન પર બરફનાં મહેલની રચના થાય છે જે મોટું ટૂરિસ્ટ અટ્રૅક્શન છે.


