હજી વધુ વરસાદની આગાહીને કારણે વેલિંગ્ટનમાં ઇમર્જન્સી જાહેર
ન્યુ ઝીલૅન્ડની રાજધાની વેલિંગ્ટન
ન્યુ ઝીલૅન્ડની રાજધાની વેલિંગ્ટનનું વેધર અનપ્રેડિક્ટેબલ કહેવાય છે. જોકે ગઈ કાલે એક જ કલાકમાં એટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો કે ધમધમતું શહેર અચાનક જ થંભી ગયું હતું. ડ્રેનેજ સિસ્ટમ ઊભરાઈ પડતાં આખા શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.
હજી વધુ વરસાદની આગાહીને કારણે અનેક રહેણાક વિસ્તારોને ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. સતત પડી રહેલા વરસાદને કારણે વેલિંગ્ટનમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. કેટલાંક ઠેકાણે રોડ ધસી પડતાં અવરજવર ખોરવાઈ છે તો સેંકડો ગાડીઓ પાણીમાં ગરક થઈ ગઈ હતી.
