Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાડાની ફટાકડાની ગેરકાયદે ફૅક્ટરીમાં આગ: એકનું મોત, પાંચને ગંભીર ઈજા

વાડાની ફટાકડાની ગેરકાયદે ફૅક્ટરીમાં આગ: એકનું મોત, પાંચને ગંભીર ઈજા

Published : 22 April, 2026 08:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પરવાનગી કે સુરક્ષા વગર ચાલતી આવી ફૅક્ટરીઓ બંધ કરાવવા રહેવાસીઓની અપીલ

આગ બાદ આખી ફૅક્ટરીનો માત્ર કાટમાળ જ બચ્યો હતો.

આગ બાદ આખી ફૅક્ટરીનો માત્ર કાટમાળ જ બચ્યો હતો.


વાડા તાલુકામાં ગેરકાયદે રીતે કાર્યરત એક ફટાકડાની ફૅક્ટરીમાં આજે બ્લાસ્ટ થતાં એક કામદારે જીવ ગુમાવ્યો છે અને પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ફૅક્ટરીમાં કુલ ૩૨ કામદારો કામ કરે છે.

વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે થોડા સમય માટે વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. પ્રાથમિક માહિતી મુજબ આ ફૅક્ટરી ગેરકાયદે રીતે કાર્યરત હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ફૅક્ટરીમાં સૂતળીબૉમ્બ તેમ જ અન્ય ફટાકડા બનાવવામાં આવતા હતા. ફટાકડા બનાવવાનું કામ કોઈ પણ સલામતીનાં પગલાં કે પરવાનગી વિના ચાલી રહ્યું હતું એને કારણે કામદારોના જીવ સામે મોટું જોખમ ઊભું થયું છે.



નાગરિકો તરફથી એવી જોરદાર માગણી ઊઠી છે કે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વાડા તાલુકામાં કાર્યરત તમામ અનધિકૃત ફટાકડાની ફૅક્ટરીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને એને બંધ કરવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK