લોકોએ આ સ્વાદિષ્ટ કેરીનો આસ્વાદ કર્યો હતો અને ભારતીય કેરીઓ ઝડપથી બધાની પ્રિય બની ગઈ હતી
૧૦૦૦થી વધુ ન્યુ યૉર્કવાસીઓએ ફળોનો સ્વાદ માણ્યો હતો
અમેરિકાના ન્યુ યૉર્કમાં ભારતીય કૉન્સ્યુલેટ જનરલે યુનિયન સ્ક્વેર સ્થિત ટાઇમ આઉટ માર્કેટ ખાતે ભારતીય કેરી મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં ગીરની પ્રખ્યાત ભારતીય કેરી કેસર અને વારાણસીની લંગડા કેરીનો સમાવેશ થતો હતો. કેસર અને લંગડા સહિતની પ્રખ્યાત ભારતીય કેરીની જાતો એમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ૧૦૦૦થી વધુ ન્યુ યૉર્કવાસીઓએ ફળોનો સ્વાદ માણ્યો હતો. આ કેરીઓનો આસ્વાદ કરનારી એક વ્યક્તિએ કહ્યું હતું કે મેં ખાધેલાં શ્રેષ્ઠ ફળોમાંથી આ એક છે. આ મુદ્દે ડેપ્યુટી કૉન્સલ-જનરલ વિશાલ હર્ષે જણાવ્યું હતું કે ‘વરસાદી વાતાવરણ હોવા છતાં લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા. લોકોએ આ સ્વાદિષ્ટ કેરીનો આસ્વાદ કર્યો હતો અને ભારતીય કેરીઓ ઝડપથી બધાની પ્રિય બની ગઈ હતી.’
