વ્યાપકપણે શૅર કરવામાં આવેલા વીડિયોમાં, મોરનું એક ટોળું પેડર રોડ પર લટાર મારી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે, આ શહેરી વાતાવરણ માટે એકદમ અવિશ્વસનીય હતું. બીજા એક વીડિયોમાં કૅમ્પ્સ કોર્નર વિસ્તારમાં બાલ્કની રૅલિંગ પર મોર હોવાનું જોવા મળ્યું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મુંબઈમાં આખરે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં વરસાદ ભલે મોડો પડ્યો હોય છતાં તે ધોધમાર વરસી રહ્યો છે અને વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ઘટના બની છે. જોકે આ બધા વચ્ચે મુંબઈમાં અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. મુંબઈના રસ્તા પર અચાનક મોર આવી ગયા હતા. સતત ટ્રાફિકને લીધે શહેરના રસ્તા પર આવો નજારો ભાગ્યે જ જોવા મળે છે. મુંબઈના પેડર રોડ પર મોર અને ઢેલ ફરતા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેનાથી રહેવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ બન્ને ખુશ થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર વીડિયોએ ધ્યાન ખેંચ્યું
ADVERTISEMENT
વ્યાપકપણે શૅર કરવામાં આવેલા વીડિયોમાં, મોરનું એક ટોળું પેડર રોડ પર લટાર મારી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે, આ શહેરી વાતાવરણ માટે એકદમ અવિશ્વસનીય હતું. બીજા એક વીડિયોમાં કૅમ્પ્સ કોર્નર વિસ્તારમાં બાલ્કની રૅલિંગ પર મોર હોવાનું જોવા મળ્યું, જે મુંબઈના જેવા વ્યસ્ત શહેર માટે એક અનોખી ઘટના છે. આ ઘટનાએ રસ્તા પર ચાલી રહેલા લોકોનું ધ્યાન ખેંચ્યું, અને તેઓ મોરનો વીડિયો રેકોર્ડ કરવા ત્યાં જ રોકાઈ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે શૅર કરવામાં આવ્યો છે, અને યુઝર્સ મુંબઈમાં દુર્લભ જોવા મળતી આ ઘટનાની ઉજવણી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સે ઘટનાને ચોમાસાના આગમન સાથે જોડી
View this post on Instagram
એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આ દૃશ્યને વરસાદની શરૂઆત સાથે જોડાયેલી એક ખાસ ક્ષણ તરીકે વર્ણવ્યું છે. “એક દુર્લભ, આહલાદક દૃશ્ય! દક્ષિણ મુંબઈમાં 23મી મંગળવારના રોજ મોર આનંદથી ફરવા નીકળ્યા! કુદરત સાથે મળીને, કદાચ... સપનાના શહેરમાં આવનારા, વિલંબિત વરસાદના આગમનની જાહેરાત કરી રહ્યા છે... જેણે સાંજથી જ મુંબઈવાસીઓ પર પોતાની કૃપા વરસાવી છે!” આ પોસ્ટને ઘણા દર્શકોએ લાઇક્સ આપી છે અને પક્ષીઓ ક્યાંથી આવ્યા હશે? તે અંગે પ્રતિક્રિયાઓ અને થિયરી કમેન્ટ સૅકશનમાં આપી રહ્યા છે.
નેટીઝન્સે પ્રતિક્રિયાઓ શૅર કરી
એક યુઝરે ટિપ્પણી કરી, “તેઓ ટાવર કે શાંત ગોદરેજ બાગ માથી આવ્યા હશે. આ એક પારસી સમુદાય દ્વારા જાળવવામાં આવે છે, જ્યાં આ મોર રહે છે.” બીજાએ ફક્ત લખ્યું, “વાહ માહ્ન સાચી સુંદરતા.” ત્રીજા યુઝરે શહેરની શેરીઓમાં પક્ષીઓના દેખાવ માટે સંભવિત સમજૂતી સૂચવતા કહ્યું, “ત્યાં એક પારસી ટાવર ઓફ સાયલન્સ છે જે સ્થાનિક રીતે ડુંગરવાડી તરીકે ઓળખાય છે જ્યાં પારસીઓના મૃત્યુ પછી સમારોહ યોજાય છે. ત્યાં મોર છે. કદાચ તેઓ ટેકરીઓ પરથી રસ્તા પર ઉતરી આવ્યા હોય.” બીજા એક વ્યક્તિએ કહ્યું, "મુંબઈ ક્યારેય આશ્ચર્યચકિત કરવાનું ચૂકતું નથી. આ સુંદર છે." શહેરના ચોમાસાની ઋતુમાં હૃદયસ્પર્શી દૃશ્યોએ મુંબઈકરોને વન્યજીવનની યાદગાર ઝલક આપી છે.
