Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > News In Short : ગણેશજીએ પણ જોયો પૂરનો પરચો

News In Short : ગણેશજીએ પણ જોયો પૂરનો પરચો

21 July, 2021 12:43 PM IST | New Delhi
Agency

જમ્મુમાં કોરોનાના કેરની સાથે વરસાદને લીધે આવેલા પૂરથી પણ લોકો ત્રસ્ત છે. પી.ટી.આઇ.

News In Short : ગણેશજીએ પણ જોયો પૂરનો પરચો

News In Short : ગણેશજીએ પણ જોયો પૂરનો પરચો


જેમ ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગાકિનારે હર કી પૌડી નામનું પવિત્ર સ્થળ છે એમ જમ્મુમાં હર કી પૌડી મંદિર આવેલું છે જેની નજીકની તવી નદીમાં ગઈ કાલે પૂરની સ્થિતિ હતી. જમ્મુમાં કોરોનાના કેરની સાથે વરસાદને લીધે આવેલા પૂરથી પણ લોકો ત્રસ્ત છે.   પી.ટી.આઇ.

ફ્રાન્સમાં પણ પેગસસ જાસૂસી પ્રકરણ : તપાસનો આદેશ



ભારતની જેમ ફ્રાન્સમાં પણ ઇઝરાયલના એનએસઓ ગ્રુપ દ્વારા ફોન-ટેપિંગ માટે રાજકીય ક્ષેત્રના અસંતુષ્ટો, નેતાઓ, પત્રકારો અને માનવ અધિકારના ક્ષેત્ર સાથે સંકળાયેલી કેટલીક હસ્તીઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપોને પગલે પૅરિસ પ્રોસિક્યુટરના કાર્યાલયે તપાસનો આદેશ બહાર પાડ્યો છે. આ પ્રોસિક્યુટરના જણાવ્યા મુજબ ગુપ્તતાનો ભંગ થયો છે, ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરાયો છે તેમ જ સ્પાયવેરનું ગેરકાયદે વેચાણ થયું છે.
બે પત્રકાર અને ફ્રાન્સની તપાસ સંસ્થા મીડિયાપાર્ટે કરેલી ફરિયાદને આધારે આ તપાસ શરૂ કરાઈ છે.


મિઝોરમમાં ૧૫૦થી વધુ બાળકોને કોરોનાનો ચેપ

મિઝોરમ રાજ્યમાં ગઈ કાલે ૮૦૭ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો અહેવાલ મળ્યો હતો અને આ રાજ્યમાં એક દિવસમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોનો આ સૌથી મોટો આંકડો છે. જોકે વધુ આઘાતજનક બાબત એ છે કે આ રાજ્યમાં ૧૫૦થી પણ વધુ બાળકોના કોરોના-પૉઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ ૬૪૮૨ ઍક્ટિવ કેસ છે.


દેશમાં ડબલ-સંક્રમણનો પ્રથમ કિસ્સો

આસામના દીબ્રુગઢ જિલ્લામાં એક મહિલા ડૉક્ટરમાં કોરોનાના આલ્ફા અને ડેલ્ટા બન્ને વેરિઅન્ટ મળ્યા છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર દેશમાં ડબલ સંક્રમણનો આ પ્રથમ કેસ છે. દીબ્રુગઢસ્થિત ક્ષેત્રીય ચિકિત્સા અનુસંધાન કેન્દ્રમાં પરીક્ષણ દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો છે. રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં મહિલા ડૉક્ટર બીજી રસી લીધાના એક મહિના પછી કોરોના વાઇરસના બન્ને વેરિઅન્ટથી સંક્રમિત થઈ છે. જોકે તેનામાં સંક્રમણનાં સામાન્ય લક્ષણ હતાં અને હૉસ્પિટલમાં દાખલ થયા વગર તે સાજી થઈ હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ મહિલાનો પતિ કોરોનાના આલ્ફા વેરિઅન્ટથી સંક્રમિત થયો હતો.

ઉત્તર પ્રદેશ આવતા લોકો માટે નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

કોરોના ટેસ્ટ્સમાં સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ ત્રણ ટકા કરતાં વધારે હોય એવાં રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશમાં જતા લોકોના કોરોના નેગેટિવ રિપોર્ટ ન હોય તો તેમને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય ત્યાંની રાજ્ય સરકારે લીધો છે. ઉત્તર પ્રદેશના ઍડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું કે ‘રેલવે, હવાઈ કે માર્ગ વાહનવ્યવહાર દ્વારા રાજ્યમાં આવતા લોકો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવશે તો જ તેમને રાજ્યમાં પ્રવેશ કરવા દેવાશે. આ જોગવાઈ ફક્ત ત્રણ ટકાથી વધારે હાઈ પૉઝિટિવિટી રેટ ધરાવતાં રાજ્યોના રહેવાસીઓ માટે જ છે. અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે એવાં કોઈ નિયંત્રણો નથી.’

ઇન્ટરનેટ સ્પીડમાં નેપાલ અને પાકિસ્તાન કરતાંય પાછળ ભારત

દેશમાં ઇન્ટરનેટની સ્પીડમાં સુધારા-વધારા ચોક્કસ રીતે થયા છે, પરંતુ એ છતાં પાકિસ્તાન અને નેપાલ જેવા દેશો કરતાં ભારતમાં નેટની સ્પીડ ઓછી છે. આ વર્ષે જૂન મહિનામાં ભારતની સરેરાશ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ ૧૭.૮૪ એમબીપીએસ રહી, જ્યારે પાકિસ્તાનની ૧૯.૬૧ એમબીપીએસ સ્પીડ છે. એવી જ રીતે નેપાલ પણ ૨૨.૦૮ એમબીપીએસની સ્પીડ સાથે ભારત કરતાં પણ આગળ છે.
અમેરિકા ઇન્ટરનેટની સ્પીડ બાબતે પ્રથમ ક્રમે છે, જ્યાં સ્પીડ ૧૯૩.૫૧ એમબીપીએસ છે, જ્યારે ૧૮૦.૪૮ એમબીપીએસની સ્પીડ સાથે સાઉથ કોરિયા બીજા ક્રમે છે.

દિલ્હીમાં આતંકવાદી હુમલાની શક્યતા, ૧૫ ઑગસ્ટ સુધી હાઈ અલર્ટ જાહેર

સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલાં ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને અલર્ટ જાહેર કર્યું છે. અલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. ખાસ કરીને હવાઈ હુમલો થવાની સંભાવના છે. એને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવે ડ્રૉન સહિતની તમામ ઊડતી ચીજો પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચેતવણી બાદ, દિલ્હી પોલીસના તમામ જિલ્લા ડીસીપીને આ વિસ્તારમાં પૅટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ક્લાસ-ટૂ અધિકારી પાસેથી સવાબે કરોડની રોકડ મળી

એસીબીની સૌથી મોટી ટ્રેપ સામે આવી છે. અમદાવાદ અને ગાંધીનગરની એસીબી ટીમે સંયુક્ત કામગીરી કરી હતી. સામાન્ય ટ્રેપ થયા બાદ આક્ષેપ હેઠળ હોય છે. ટ્રેપ કરતા સમયે સવાબે કરોડની રકમ મળી છે. આરોપી વિરુદ્ધ ફરિયાદીએ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સમી પાટણમાં બૉય્ઝ હૉસ્ટેલ માટે લાંચ માંગી હતી. અમે પાટણમાં પણ ટ્રેપ ગોઠવી હતી. રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગમાં કલાસ-ટૂના અધિકારી છે, તેમનું નામ નિપુણ ચોકસી, વર્ગ-ટૂના અધિકારી છે કે જે રોડ ઍન્ડ બિલ્ડિંગ કમિટીમાં કાર્યરત હતા. ફરિયાદી અને તેમના ભાઈ કૉન્ટ્રૅક્ટર છે, જેમની પાસે સવા ટકાની લાંચ માંગી હતી.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2021 12:43 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK