Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > India Weekend: NMACC દ્વારા ભારતની કળા-સંસ્કૃતિનો ન્યુયોર્કમાં યોજાશે શાનદાર જલસો! આ રહી વિગતો

India Weekend: NMACC દ્વારા ભારતની કળા-સંસ્કૃતિનો ન્યુયોર્કમાં યોજાશે શાનદાર જલસો! આ રહી વિગતો

Published : 23 May, 2025 12:19 PM | Modified : 23 May, 2025 12:22 PM | IST | New York
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India Weekend આયોજન થકી 12-14 સપ્ટેમ્બરે ડેમરોશ પાર્ક પર ચાહકોને જલસો પડશે. મહેમાનોને શ્રેષ્ઠ ભારતીય ફેશન અને કાપડ, સ્વાદ, નૃત્ય, યોગ અને સંગીતના અનુભવોથી પરિચિત કરાવવામાં આવશે.

નીતા અંબાણી

નીતા અંબાણી


India Weekend: હાલમાં જ રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ત્રણ દિવસનો અદભૂત કાર્યક્રમ યોજાવાનો છે. તેઓએ ભારતની કળા, સંસ્કૃતિ અને પરંપરાને ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચાડવા માટે તેનું આયોજન કર્યું છે. ન્યુ યોર્ક શહેરમાં `ઇન્ડિયા વીકેન્ડ`ના (India Weekend) આયોજનની જાહેરાત કરવામાં આવી છે. આ ઐતિહાસિક કાર્યક્રમ ૧૨થી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન અમેરિકાના પ્રખ્યાત લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આયોજિત થનાર છે. તો, આ કાર્યક્રમ વિષે વિસ્તારથી વાત કરીએ.


ન્યુયોર્ક શહેરમાં `નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકએન્ડ`ની પ્રથમ એડિશનના ભાગરૂપે આ આયોજન થયું છે. જે 12થી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. જેમાં વૈશ્વિક મંચ પર સંગીત, થિયેટર, ફેશન, રાંધણકળા વગેરે પરંપરાગત કળાઓનું ભારત દ્વારા પ્રદર્શન કરાશે.



આ આયોજન (India Weekend)ની જાહેરાત કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, "અમે પહેલીવાર ન્યુ યોર્ક શહેરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકએન્ડ રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. તે ભારતની સાંસ્કૃતિક વારસો-આપણી કળા, હસ્તકલા, સંગીત, નૃત્ય, ફેશન અને રાંધણકળાને વૈશ્વિક સ્તર પર રજૂ કરવા કટિબદ્ધ છે. અને એનએમએસીસીમાં અમારું વિઝન હંમેશા રહ્યું છે કે ભારતની કળા-પરંપરાનું વિશ્વ સ્તર પર પ્રદર્શન કરવું અને ભારત પાસે છે જે શ્રેષ્ઠ છે તે વિશ્વ સમક્ષ મૂકવું. લિંકન સેન્ટર પર ભારતની આ પરંપરાને ઉજવવા આ વિશેષ વિકેન્ડ પ્રથમ સ્ટેપ કહી શકાય. હું આપણી સમૃદ્ધ પરંપરાઓ અને વારસાને ન્યુ યોર્ક શહેર અને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે અતિ ઉત્સાહિત છું."


વિકેન્ડ (India Weekend)નો પ્રારંભ 12 સપ્ટેમ્બરના રોજ લિંકન સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સના ડેવિડ એચ. કોચ થિયેટરમાં થશે. જેમાં ભારતના સૌથી મોટા થિયેટર પ્રોડક્શન `ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન`ના યુએસ પ્રીમિયર હશે. ડાન્સ, આર્ટ, ફેશન અને મ્યુઝિકનું મિશ્રણ જોવા મળશે. જે ભારતના લગભગ ૭૦૦૦ વર્ષ જૂના ઇતિહાસને રજૂ કરશે. આ આયોજનમાં 100થી વધુ કલાકારોની કાસ્ટ, આકર્ષક કોસ્ચ્યુમ સાથે `ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ` રજૂ કરશે. ભારતીય પ્રતિભાઓ સાથેનો આ સંગીતમય શો ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા ડિઝાઇન અને ડિરેક્ટ કરવામાં આવ્યો છે.

આ માર્કી પ્રોડક્શનમાં અજય-અતુલ (સંગીત) મયૂરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ, સમીર અને અર્શ તન્ના (નૃત્ય નિર્દેશન) જેવા મહાન કલાકારોનો સહયોગ મળવાનો છે. આ વિઝ્યુઅલ પ્રદર્શનમાં અગ્રણી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા કોસ્ચ્યુમ પણ દર્શાવવામાં આવશે.


12 સપ્ટેમ્બરની ઓપનિંગ નાઈટમાં માત્ર આમંત્રિત રેડ કાર્પેટથી શરૂઆત થવાની છે. જેમાં ગ્રાન્ડ વેલકમ હશે. `મનીષ મલ્હોત્રા દ્વારા ક્યુરેટેડ સ્વદેશ ફેશન શો દર્શાવવામાં આવશે. જે ભારતના પ્રખ્યાત પરંપરાગત વણાટ અને કુશળ કારીગરોને રજૂ કરશે. સાંજે મિશેલિન સ્ટાર શેફ વિકાસ ખન્ના દ્વારા પ્રસ્તુત પ્રાચીનથી લઈને આધુનિક ભારતની વાનગીઓ રજૂ કરવામાં આવશે. 

આમ, NMACC ઇન્ડિયા વીકએન્ડ (India Weekend) 12-14 સપ્ટેમ્બરથી ડેમરોશ પાર્ક પર ચાહકોને મજા કરાવશે. મહેમાનોને શ્રેષ્ઠ ભારતીય ફેશન અને કાપડ, સ્વાદ, નૃત્ય, યોગ અને સંગીતના અનુભવોથી પરિચિત કરાવવામાં આવશે.

આ આયોજનની ખાસિયતો: 

  • દરરોજ સવારે ભજન, જપ અને ગીતાપાઠની આરંભ થશે.
  • દૈનિક યોગ વર્કશોપનું આયોજન (India Weekend) પણ કરાશે.
  • શ્યામક ડાવર અને તેમની ટીમ સહભાગીઓને બોલિવૂડ ડાન્સ વર્કશોપથી મંત્રમુગ્ધ કરશે.
  • સંગીતના પ્રદર્શનની વાત કરીએ તો12મીએ શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ અને અન્ય પ્રખ્યાત ગાયકો રજૂ થશે. 
  • 13મીએ પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ પરંપરાગત પ્રસ્તુતિ કરશે. જેમાં ગરબા અને દાંડિયા રાસ અને સ્થાનિક નૃત્યનું આકર્ષણ હશે.
  • છેલ્લે દિવસે ઋષભ શર્મા શાસ્ત્રીય અને સમકાલીન શૈલીનું પરફોર્મન્સ કરશે.
  • આ આયોજનની સમાપ્તિ લાઈવ `ફૂલોં કી હોલી` સાથે થશે. રેટ્રો નાઇટ્સ-થીમ આધારિત ડીજે સેટ અને સંગીત દર્શાવવામાં આવ્યું છે.
Whatsapp-channel Whatsapp-channel

23 May, 2025 12:22 PM IST | New York | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK