Pakistan Gets IMF Loan amid opposition from India: ભારતના વિરોધ છતાં, IMF 1 અબજ ડૉલરનું બેલઆઉટ પેકેજ આપવાનો નિર્ણય લીધો છે. IMFનું કહેવું છે કે પાકિસ્તાને આ લોન મેળવવા માટે તમામ જરૂરી શરતો પૂર્ણ કરી છે.
ઇન્રટરનેશનલ મોનેટરી ફન્ડ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ભારતના વિરોધ છતાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (International Monetary Fund) એ પાકિસ્તાનને 1 અબજ ડૉલરનું બેલઆઉટ પેકેજ આપવાનો નિર્ણય લીધો છે. IMFનું કહેવું છે કે પાકિસ્તાને આ લોન મેળવવા માટે તમામ જરૂરી શરતો પૂર્ણ કરી છે. આ બેલઆઉટ પેકેજ પાકિસ્તાનને તેની આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. સપ્ટેમ્બર 2024 માં મંજૂર કરાયેલા `એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (Extended Fund Facility)` કાર્યક્રમ હેઠળ પાકિસ્તાનને અત્યાર સુધીમાં લગભગ $2.1 બિલિયન મળ્યા છે. ભારતે આ બેલઆઉટ પેકેજનો વિરોધ કર્યો હતો અને IMF ને તેના પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. ભારતનું કહેવું છે કે પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરી શકે છે.
IMF કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જુલી કોઝાકે એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને લોન આપવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાને બધી શરતોને પૂર્ણ કરી છે. "અમારા બોર્ડે શોધી કાઢ્યું છે કે પાકિસ્તાને ખરેખર બધી શરતો પૂરી કરી છે," કોઝાકે પત્રકારોને જણાવ્યું. તેમણે કેટલાક સુધારા પણ કર્યા છે, અને તેથી જ બોર્ડે આ કાર્યક્રમને મંજૂરી આપી છે. તેમણે વધુમાં કહ્યું, `પહેલી સમીક્ષા 2025 ના પહેલા ક્વાર્ટરમાં થવાની હતી. તે મુજબ, 25 માર્ચ 2025 ના રોજ IMF સ્ટાફ અને પાકિસ્તાની અધિકારીઓ વચ્ચે એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટીની પહેલી સમીક્ષા પર એક કરાર થયો હતો. તે કરાર અમારા એક્ઝિક્યુટિવ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેણે 9 મે ના રોજ સમીક્ષા પૂર્ણ કરી હતી. પરિણામે, પાકિસ્તાનને તે સમયે ચુકવણી મળી ગઈ.
ADVERTISEMENT
પાકિસ્તાન IMFના પૈસાથી શસ્ત્રો ખરીદે છે!
ભારતે IMFને ચેતવણી પણ આપી છે કે જ્યારે પણ તેને આવી લોન મળે છે, ત્યારે તે શસ્ત્રોનો નવો સ્ટોક એકત્રિત કરે છે. અહેવાલ મુજબ `જ્યારે પણ પાકિસ્તાનને આ `વૈશ્વિક ધિરાણકર્તા` પાસેથી લોન મળે છે, ત્યારે એવું જોવા મળ્યું છે કે તે શસ્ત્રોની ખરીદીમાં વધારો કરે છે.` પરંતુ, IMF એ જે ઝડપે ભારતના વાંધાઓને અવગણ્યા છે તે જોઈને એવું લાગે છે કે તેણે પાકિસ્તાનને લોન આપવાનું નક્કી કરી લીધું છે.
`આતંકવાદને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડવાનો એક માર્ગ`
જો કે, IMFએ પાકિસ્તાનને લોન આપવા માટે 11 નવી શરતો પણ મૂકી છે. અહેવાલો અનુસાર, આ શરતોમાં સંસદીય મંજૂરી, વીજળી પર લોન સર્વિસિંગ ચાર્જમાં વધારો અને આયાત પરનો પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે લોન મેળવવા માટે પાકિસ્તાને કેટલાક વધુ આર્થિક સુધારા કરવા પડશે. ભારતે આ બેલઆઉટ પેકેજનો સખત વિરોધ કર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનને IMF ની સહાય `આતંકવાદને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડવાનો એક માર્ગ છે.` ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના એક દિવસ પહેલા 9 મેના રોજ, નવી દિલ્હીએ પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ આપવા બદલ IMFની ટીકા કરી હતી. ભારતનું કહેવું છે કે પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદ પ્રોત્સાહન આપવા માટે કરી શકે છે.
ભારત સરકારે એક નિવેદનમાં કહ્યું, `1989 થી 35 વર્ષમાં, પાકિસ્તાનને 28 વર્ષમાં IMF પાસેથી પૈસા મળ્યા છે. 2019 થી છેલ્લા 5 વર્ષમાં, 4 IMF કાર્યક્રમો થયા છે. જો અગાઉના કાર્યક્રમો સારી મેક્રો-ઇકોનોમિક પોલિસી બનાવવામાં સફળ રહ્યા હોત, તો પાકિસ્તાનને બીજા બેલઆઉટ પ્રોગ્રામ માટે IMF પાસે જવું પડત નહીં. તમને જણાવી દઈએ કે અમેરિકાના એક વર્ગે પણ ચિંતા વ્યક્ત કરી છે કે શું વર્તમાન પરિસ્થિતિઓમાં પાકિસ્તાન માટે IMF પાસેથી ભંડોળ મેળવવું યોગ્ય છે.

