Vaishnavi Hagawane Death Case: પુણેમાં વૈષ્ણવી હગવણેના મૃત્યુ મામલે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. પોસ્ટમાર્ટમ રિપૉર્ટ બાદ વિપક્ષે ડેપ્યૂટી સીએમ અજિત પવારને આડે હાથ લીધા છે તો હવે અજિત પવારે પાર્ટી નેતા રાજેન્દ્ર હગવણેને નિષ્કાસિત કરી દીધા છે.
અજિત પવાર (ફાઈલ તસવીર)
Vaishnavi Hagawane Death Case: પુણેમાં વૈષ્ણવી હગવણેના મૃત્યુ મામલે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. પોસ્ટમાર્ટમ રિપૉર્ટ બાદ વિપક્ષે ડેપ્યૂટી સીએમ અજિત પવારને આડે હાથ લીધા છે તો હવે અજિત પવારે પાર્ટી નેતા રાજેન્દ્ર હગવણેને નિષ્કાસિત કરી દીધા છે.
મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવી મૂકનારા વૈષ્ણવી હગવણેના મૃત્યુ મામલે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મોટું નિવેદન આપ્યું છે. અજિત પવારે પોતાના પર મૂકાયેલા આરોપોનું ખંડન કરતા કહ્યું કે જો તે દોષી સાબિત થાય છે તો તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવે. અજિત પવારે વૈષ્ણવીના દહેજ લોભી સસરાને પાર્ટીમાંથી કાઢી નાખ્યા છે. અજિત પવારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ `એક્સ` પર લખ્યું છે કે એવા દુષ્પ્રવૃત્તિવાળા લોકો માટે મારી પાર્ટીમાં કોઈ જગ્યા નથી. રાજેન્દ્ર હગવણેને પાર્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. પવારે કહ્યું કે આ ઘટના વિશે માહિતી મળ્યા બાદ મેં પિંપરી ચિંચવડના પોલીસ અધિકારીને ફોન કર્યો અને કડક કાર્યવાહી કરવા કહ્યું હતું. 23 વર્ષની વૈષ્ણવી એનસીપીના નેતા રાજેન્દ્ર હગવણેના બીજજા દીકરા શશાંક હગવણેની પત્ની હતે.
ADVERTISEMENT
હું કઈ રીતે જવાબદાર હોઈ શકું છું- અજિત પવાર
માલેગાંવ સહકારી ચીની મિલની ચૂંટણી સંબંધે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની બેઠકમાં બોલતા ઉપમુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે તેમને લગ્નનું નિમંત્રણ મળવા પર તે પોતાની સુવિધાપ્રમાણે લગ્નમાં જતા હોય છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો કોઈના દીકરાના લગ્નમાં ગયા બાદ, છોકરાએ પોતાની પત્ની સાથે કંઈ ખોટું કર્યું, તો આને માટે તે કેવી રીતે જવાબદાર હોઈ શકે છે? પવારે જણાવ્યું કે વૈષ્ણવી હગવણેના મૃત્યુની સૂચના મળતા જ તેમણે પિંપરીના ચિંચવડના પોલીસ અધિકારીને ફોન કર્યો અને રાજેન્દ્ર હગવણની તરત ધરપકડ કરવાના નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે આને માટે ત્રણ ટીમ મોકલવામાં આવી હતી, પમ તેમણે પોલીસ અધિકારીને છ ટીમ મોકલીને તેને શોધીને પકડવાનો આદેશ આપ્યો છે.
કેમ નિશાને ચડ્યા અજિત પવાર?
પોલીસે આ ઘટનામાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના પુણેના મુલશી તાલુકામાં અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પદાધિકારી રાજેન્દ્ર હગવણેના પરિવારમાં ઘટી. પહેલા દાવો કરવામાં આવ્યો કે રાજેન્દ્ર હગવણેના દીકરા શશાંકની પત્ની વૈષ્ણવીએ આપઘાત કરી લીધો હતો, પણ પોસ્ટમાર્ટમ રિપૉર્ટ બાદ એ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે વૈષ્ણવીની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદથી અજિત પવાર નિશાને ચડ્યા છે. એટલું જ નહીં વૈષ્ણવીના માતા-પિતાએ તેના સાસરિયા પર ગંભીર આરોપ પણ મૂક્યા છે. લગ્નના સમયે અમે દહેજમાં 51 તોલા સોનું, એક ફૉર્ચ્યુનર કાર અને અનેક એવી વસ્તુઓ આપી. વૈષ્ણવીના પિતાએ આરોપ મૂક્યો છે કે તેમની દીકરી પર હજી પણ પૈસા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
કૉંગ્રેસના હુમલા પર સુપ્રિયા સુળેએ લીધું ભાઈ અજિત પવારનું ઉપરાણું
વૈષ્ણવી હગવણેના મૃત્યુ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું છે કે પોલીસે આ મામલે તપાસ કરી છે અને જે પણ તથ્ય સામે આવશે. તે બધા તથ્યોના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. દોષીઓને છોડવામાં નહીં આવે. આ મામલે કૉંગ્રેસ જ્યાં અજિત પવાર પર નિશાન સાધ્યો છે તો તેમની બહેન સુપ્રિયા સુળેએ તેમનું ઉપરાણું લીધું છે.
કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે પૂછ્યું છે કે બીજેપીના શાસનકાળમાં ગુનાઓ વધ્યા છે. મોટાભાગની ઘટનાઓમાં આરોપી સત્તારૂઢ પાર્ટી સાથે જોડાયેલા હોય છે, તેમને સરકારનું સંરક્ષણ મળતું હોય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. શું NCP ગુંડાઓનું જૂથ છે અને શું નાયબ મુખ્યમંત્રી અજિત પવાર આ ટોળકીના નેતા છે? સુપ્રિયા સુળેએ લખ્યું છે કે અજિત પવાર ફક્ત લગ્નમાં ગયા હતા. આ બાબત સાથે તેમનો કોઈ સંબંધ નથી. જ્યારે તે લગ્નમાં ગયા ત્યારે તેમને ખ્યાલ નહોતો કે હગવણે પરિવારમાં આ બધું ચાલી રહ્યું છે. આ મુદ્દે એકનાથ શિંદેની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે ફક્ત દર મહિને ૧૫૦૦ રૂપિયા આપવાની જવાબદારી જ આપણી નથી, પરંતુ આપણે દરેક બહેનની પડખે એક ભાઈ તરીકે ઊભા રહેવાની પણ આપણી જ જવાબદારી છે.

