વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પણ ભારતના ઊર્જા-નિર્ણયો રાષ્ટ્રીય હિત દ્વારા સંચાલિત થવાના મુદ્દા પર આ જ વાત કરી હતી
ડોનલ્ડ ટ્રમ્પ
રશિયાના વિદેશપ્રધાન સેર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે ‘અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ એકમાત્ર વ્યક્તિ છે જે દુનિયાને કહે છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાની યોજના ધરાવે છે. ટ્રમ્પ સિવાય બીજા કોઈએ એવો દાવો નથી કર્યો કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવાની યોજના ધરાવે છે. એવું માનવા માટે કોઈ આધાર નથી કે રશિયન-ભારત ઍગ્રીમેન્ટ્સ જોખમમાં છે.’
લાવરોવની આ કમેન્ટ વિદેશસચિવ વિક્રમ મિસરીએ જાહેરાત કર્યાના બે દિવસ બાદ આવી છે કે ભારત ક્રૂડ ઑઇલની ખરીદી માટે બહુવિધ સ્રોતો જાળવી રાખશે અને સપ્લાય-ચેઇનમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એમાં વૈવિધ્યકરણ કરશે, જેમાં રાષ્ટ્રીય હિતો ખરીદી માટે માર્ગદર્શક પરિબળ રહેશે.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પણ ભારતના ઊર્જા-નિર્ણયો રાષ્ટ્રીય હિત દ્વારા સંચાલિત થવાના મુદ્દા પર આ જ વાત કરી હતી.
ટ્રેડ-ડીલમાં થયેલા સુધારા સહિયારી સમજણ દર્શાવી રહી છે : ભારત સરકાર
ભારત અને અમેરિકા વચ્ચે કરવામાં આવેલી ટ્રેડ-ડીલ બાદ જાહેર કરવામાં આવેલી ફૅક્ટ-શીટમાં સુધારો કરવામાં આવ્યો છે એ સંદર્ભમાં સરકારે જણાવ્યું છે કે આ સુધારાઓ સહિયારી સમજણને પ્રતિબિંબિત કરે છે. આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ‘વચગાળાની ભારત-અમેરિકા ટ્રેડ-ડીલ પર વાઇટ હાઉસ દ્વારા ફૅક્ટ-શીટમાં કરવામાં આવેલા મુખ્ય સુધારાઓ બન્ને દેશો વચ્ચેની મુખ્ય સમજણને બદલતા નથી. તાજેતરના સુધારાઓ સંયુક્ત નિવેદનમાં સમાવિષ્ટ સહિયારી સમજણને પ્રતિબિંબિત કરે છે. બન્ને પક્ષો હવે વચગાળાના કરારને અમલમાં મૂકવા અને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરશે.’


