ડૉ. આરતી શાહ ભારતીય મૂળના એક અનુભવી કૉર્પોરેટ ઍક્ઝિક્યુટિવ છે. તેમણે ભારતની ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની `એલી લિલી` (Eli Lilly) માં લગભગ ૨૭ વર્ષ સુધી કામ કર્યું છે.
Nvidiaના CEO જેન્સેન હુઆંગ અને Nvidia ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય ડૉ. આરતી શાહ
અમેરિકન ટૅક્નોલૉજી કંપની Nvidia (એનવિડિયા) ના CEO જેન્સેન હુઆંગ હાલમાં એક રોમેન્ટિક વિવાદમાં ફસાયા છે. અહેવાલો અનુસાર, તેમના એલિસ હુઆંગ નામની એક ચીની મહિલા સાથે સંબંધ હતા, અને તે મહિલા પર ચીની જાસૂસ હોવાનો આરોપ છે. કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આ મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. જોકે આ તપાસનામાં ભારતીય મૂળના ડૉ. આરતી શાહનું નામ પણ ચર્ચામાં છે. ડૉ. આરતી શાહ Nvidia ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય છે. તેઓ કંપનીની બે મહત્ત્વપૂર્ણ સમિતિઓમાં સામેલ છે: ઑડિટ કમિટી (Audit Committee) અને કૉમ્પન્સેશન કમિટી (Compensation Committee - વળતર સમિતિ). તો ચાલો જાણીએ કે ડૉ. આરતી શાહ કોણ છે અને તેમની પ્રૉફેશનલ બૅકગ્રાઉન્ડ શું છે?
ડૉ. આરતી શાહ ભારતીય મૂળના એક અનુભવી કૉર્પોરેટ ઍક્ઝિક્યુટિવ છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમણે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની `એલી લિલી` (Eli Lilly) માં લગભગ ૨૭ વર્ષ સુધી કામ કર્યું છે. `એલી લિલી`માં, તેમણે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઇન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઑફિસર તરીકે કાર્યરત હતા. તેમની પાસે ટૅક્નોલૉજી, સાયબર સિક્યૉરીટી, ડૅટા સાયન્સ, ડિજિટલ હૅલ્થ અને બિઝનેસ મૅનેજમેન્ટ ક્ષેત્રે બહોળો અનુભવ છે. તેમણે નવેમ્બર ૨૦૨૦માં `એલી લિલી`માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને ૨૦૨૧માં કંપની છોડી દીધી હતી. ત્યારથી, તેઓ વિવિધ કંપનીઓ અને બિન-લાભકારી સંસ્થાઓના બોર્ડમાં સેવા આપી રહ્યા છે.
ADVERTISEMENT
૨૦૨૦થી Nvidia ના બોર્ડમાં સામેલ
૯ નવેમ્બર, ૨૦૨૦ના રોજ, Nvidia એ સત્તાવાર રીતે ડૉ. આરતી શાહની બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિમણૂકની જાહેરાત કરી હતી. ત્યારથી તેઓ બોર્ડના સભ્ય છે. હાલમાં, તેઓ Nvidia ની ઑડિટ કમિટી અને કૉમ્પન્સેશન કમિટીમાં સામેલ છે. આ ભૂમિકાઓમાં, તેઓ કંપનીની નાણાકીય કામગીરી, મૅનેજમેન્ટ અને ઉચ્ચ અધિકારીઓના વળતર (executive compensation) સંબંધિત બાબતોની દેખરેખ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ટૅક્નોલૉજી અને ડિજિટલ હૅલ્થ ક્ષેત્રે બહોળો અનુભવ
ડૉ. આરતી શાહનો અનુભવ માત્ર ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પૂરતો મર્યાદિત નથી. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, તેમણે IT, ડિજિટલ હૅલ્થ, સાયબર સુરક્ષા, ડેટા ઍનાલિટિક્સ અને ડિજિટલ સ્ટ્રૅટજીના જેવા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. Nvidia ના બોર્ડમાં તેમના સ્થાન અને કૉર્પોરેટ બૅકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખી, કંપની સાથે સંકળાયેલા વર્તમાન વિવાદ અંગેની સ્વતંત્ર તપાસના સંદર્ભમાં તેમનું નામ ચર્ચામાં છે. આ બધા વિવાદો વચ્ચે જેન્સેન હુઆંગે રાજીનામું આપી દીધું છે. જોકે, ચીની જાસૂસ વિવાદના તપાસમાં તેમની વ્યક્તિગત ભૂમિકા અથવા કોઈ ચોક્કસ ઍન્ગલ અંગે વિગતો મળી નથી.
