Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં નથી અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુરક્ષિત? સુરક્ષા માટે શાહબાઝ શરીફે લગાવ્યાં પાંચ ફાઇટર જેટ

પાકિસ્તાનમાં નથી અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુરક્ષિત? સુરક્ષા માટે શાહબાઝ શરીફે લગાવ્યાં પાંચ ફાઇટર જેટ

Published : 12 April, 2026 11:18 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇસ્લામાબાદના નૂર ખાન ઍરબેઝ પર પાંચ પાકિસ્તાની F-16 ફાઇટર જેટ અમેરિકન ઍરફોર્સના બોઇંગ C-32A વિમાનને એસ્કોર્ટ કરી રહ્યાં છે

ગઈ કાલે ઇસ્લામાબાદમાં દ્વિપક્ષીય શાંતિમંત્રણા શરૂ થતાં પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ સાથે બેઠક કરી હતી.ઈસ્લામાબાદ આવતી વખતે જે.ડી. વૅન્સને પાંચ ફાઇટર જેટ્સનું પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું.

ગઈ કાલે ઇસ્લામાબાદમાં દ્વિપક્ષીય શાંતિમંત્રણા શરૂ થતાં પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ સાથે બેઠક કરી હતી.ઈસ્લામાબાદ આવતી વખતે જે.ડી. વૅન્સને પાંચ ફાઇટર જેટ્સનું પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું.


ઈરાન સાથે શાંતિવાટાઘાટ કરવા પાકિસ્તાન પહોંચેલા અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સના ઍરક્રાફ્ટને પાંચ પાકિસ્તાની F-16 ફાઇટર જેટે એસ્કોર્ટ કર્યાં હતાં. આ સંદર્ભમાં એક વિડિયો પણ બહાર આવ્યો છે જેમાં ઇસ્લામાબાદના નૂર ખાન ઍરબેઝ પર પાંચ પાકિસ્તાની F-16 ફાઇટર જેટ અમેરિકન ઍરફોર્સના બોઇંગ C-32A વિમાનને એસ્કોર્ટ કરી રહ્યાં છે. આ દૃશ્ય જોઈને એવું લાગતું હતું કે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી.

પાકિસ્તાનમાં શાંતિમંત્રણામાં અમેરિકા અને ઈરાનના કયા નેતાઓ ભાગ લઈ રહ્યા છે?



પાકિસ્તાનમાં શાંતિમંત્રણામાં ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ-બાઘેર ગાલિબાફ અને વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી કરી રહ્યા છે. એ સિવાય સેન્ટ્રલ બૅન્કના ગવર્નર અબ્દોલનાસર હેમ્માતી સહિત અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. અમેરિકા વતી વાઇસ પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સ, અમેરિકાના પ્રેસિડન્ટના ભૂતપૂર્વ સલાહકાર અને ડોનલ્ડ ટ્રમ્પના જમાઈ જૅરેડ કુશનર અને ખાસ દૂત સ્ટીવ વિટકૉફનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 11:18 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK