Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાના PM અને રાષ્ટ્રપતિએ પણ આપી દિવાળીની શુભેછાઓ કહ્યું “હિન્દુ સમુદાયનો વિકાસમાં...”

પાકિસ્તાના PM અને રાષ્ટ્રપતિએ પણ આપી દિવાળીની શુભેછાઓ કહ્યું “હિન્દુ સમુદાયનો વિકાસમાં...”

Published : 08 November, 2026 04:50 PM | IST | Islamabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે ધાર્મિક લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું એ બહુમતી સમુદાયની પણ જવાબદારી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય રાષ્ટ્રીય જીવનનો એક અભિન્ન અંગ છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ


દિવાળી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ હવે ઉજવવામાં આવે છે. જોકે તે બધા વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયે દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હોવાના અહેવાલ છે. દિવાળીના અવસરે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શાહબાઝ શરીફે હિન્દુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. બન્ને નેતાઓએ લઘુમતી સમુદાયના અધિકારોના રક્ષણ, ધાર્મિક સ્વતંત્રતા અને સામાજિક સૌહાર્દ પર ભાર મૂક્યો હતો. રવિવારે બન્ને નેતાઓએ અલગ-અલગ સંદેશાઓ જાહેર કર્યા હતા. `રેડિયો પાકિસ્તાન`ના અહેવાલ મુજબ, તેમણે દિવાળીને નફરત, અસહિષ્ણુતા અને અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક તરીકે વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ તહેવાર શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ, ભાઈચારા અને સમૃદ્ધિનો સંદેશ આપે છે. બંને નેતાઓએ પાકિસ્તાનના વિકાસમાં હિન્દુ સમુદાયના યોગદાનને પણ સ્વીકાર્યું હતું.

હિન્દુ સમુદાય પાકિસ્તાનનો અભિન્ન અંગ: ઝરદારી



રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે ધાર્મિક લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું એ બહુમતી સમુદાયની પણ જવાબદારી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય રાષ્ટ્રીય જીવનનો એક અભિન્ન અંગ છે. ઝરદારીએ શિક્ષણ, આરોગ્યસંભાળ, વ્યવસાય, જાહેર સેવા, સામાજિક કલ્યાણ, કળા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં હિન્દુ સમુદાયના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું કે પાકિસ્તાનની સમૃદ્ધિમાં હિન્દુ સમુદાયે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.


સરકાર ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ: PM શરીફે

વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ હિન્દુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને તેમને પાકિસ્તાનના સામાજિક માળખાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો ગણાવ્યા હતા. શરીફે જણાવ્યું હતું કે તેમની સરકાર તમામ નાગરિકોના અધિકારો, સામાજિક ગરિમા અને ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે, પછી ભલે તેમનો ધર્મ, આસ્થા, રંગ કે વંશ ગમે તે હોય. તેમણે દેશમાં ભાઈચારાને પ્રોત્સાહન આપવા અને લઘુમતી સમુદાયોની ભાગીદારી સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર વધુ ભાર મૂક્યો હતો.


પાકિસ્તાનભરના મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવી

દિવાળીના અવસરે, પાકિસ્તાનના હિન્દુ સમુદાયના લોકોએ મંદિરોમાં પ્રાર્થના કરી હતી. લોકોએ દીવા પ્રગટાવ્યા અને પોતાના ઘરો તથા મંદિરોને શણગાર્યા હતા. વિવિધ સ્થળોએ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં હિન્દુ વસ્તીમાં સતત થઈ રહેલા ઘટાડા અંગે વારંવાર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભમાં, લઘુમતીઓના અધિકારો, ધાર્મિક સ્વતંત્રતા અને હિન્દુ સમુદાયના યોગદાન અંગે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા સંદેશાઓ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને નેતાઓએ પોતપોતાના સંદેશાઓમાં રાષ્ટ્રના વિકાસ અને સામાજિક જીવનમાં હિન્દુ સમુદાયની ભૂમિકાને સ્વીકારી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 04:50 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK