પહેલી વાર મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેશે પાકિસ્તાન- અનિકા જમાલ ઇકબાલ કરશે પ્રતિનિધિત્વ
૨૪ વર્ષની મૉડલ અનિકા જમાલ ઇકબાલ
૨૪ વર્ષની મૉડલ અનિકા જમાલ ઇકબાલ વિયેતનામમાં યોજાનારી ૭૫મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે. પાકિસ્તાને એના ૭૪ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આ સ્પર્ધામાં ભાગ લીધો છે. લાહોરમાં એક સમારોહમાં તેને મિસ વર્લ્ડ પાકિસ્તાન 2026નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અનિકા બિઝનેસ અને ઇકૉનૉમિક્સ ગ્રૅજ્યુએટ છે અને અગાઉ મિસ અર્થ, મિસ ગ્લોબલ અને મિસ કૉસ્મોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
પાકિસ્તાનનું સત્તાવાર નામ ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાન છે અને આ ઇસ્લામિક દેશ છે. એના સામાજિક-રાજકીય અને ધાર્મિક મૂલ્યોને કારણે મહિલાઓ બ્યુટી-સ્પર્ધાઓમાં ભાગ લઈ શકતી નહોતી. મિસ વર્લ્ડ સ્પર્ધામાં પરંપરાગત સ્વિમસૂટ રાઉન્ડ હોય છે અને તેથી પાકિસ્તાન એમાં ભાગ લઈ શકતું નથી. ૨૦૨૩માં એરિકા રૉબિન મિસ યુનિવર્સમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ મહિલા બની હતી અને સ્વિમસૂટ રાઉન્ડ દરમ્યાન તેણે બુર્કિની પહેરી હતી, જે ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ્સમાંની એક હતી. જોકે આ મુદ્દે જોરદાર વિરોધ થયો હતો.
