તાપમાનનો પારો ૪૪.૩ ડિગ્રીએ પહોંચતાં હાહાકાર : હીટ ડોમને કારણે સર્જાયેલી આફતથી બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર મોટું સંકટ
દુર્લભ ગણાતા AC માટે પડાપડી
યુરોપમાં હીટવેવ કેમ બની જીવલેણ?
યુરોપના ફ્રાન્સ, ઇટલી અને સ્પેન જેવા દેશો હાલમાં અભૂતપૂર્વ હીટવેવનો સામનો કરી રહ્યા છે. અહીંનું પરંપરાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનશૈલી જૂની ક્લાઇમેટ (ઠંડા અથવા તો સામાન્ય) મુજબ ડિઝાઇન થયેલાં હોવાથી લાખો લોકો આ ઝડપથી બદલાતી ઋતુ સામે સંઘર્ષ કરી રહ્યા છે. પૅરિસ જેવાં મોટાં શહેરોનાં જૂનાં ઘરોમાં ઍર-કન્ડિશનર (AC)ની સુવિધા જ નથી જેને કારણે ગરમી વધુ આકરી લાગી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદીઓ, તળાવો અને કનૅલો તરફ દોડી રહ્યા છે જ્યાં દેખરેખના અભાવે ડૂબી જવાથી થતાં મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.
ADVERTISEMENT
દુર્લભ ગણાતા AC માટે પડાપડી
ગરમીથી બચવા માટે ગ્રાહકો સ્ટોરની અંદર પંખા અને AC ખરીદવા માટે પડાપડી કરતા અને એકબીજા સાથે ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે હીટવેવની તીવ્રતા વધવાની સાથે લોકોમાં કટોકટી અને અજંપાની સ્થિતિ કેટલી ગંભીર બની ગઈ છે.
