PETAએ એમની તપાસનાં તારણો પુરાવા સાથે થાઈ સરકારને સોંપ્યાં એ પછી પણ હજી કોકોનટ ઉગાડતી કમર્શિયલ કંપનીઓ પર કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં.
પેટાએ થાઇલેન્ડમાં વાંદરાઓના દુર્વ્યવહારનો પર્દાફાશ કર્યો, નાળિયેર ઉદ્યોગે વિરોધ શરૂ કર્યો
બૅન્ગકૉકનાં નારિયેળ બહુ જ ફેમસ છે, કેમ કે એ મીઠા પાણીથી ભરપૂર હોય છે. જોકે આ કોકોનટ ઉગાડતી ઇન્ડસ્ટ્રીમાં વાંદરાઓ પર અત્યાચાર કરવામાં આવે છે. પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) સંસ્થા દ્વારા ૨૦૨૧થી ૨૦૨૨ દરમ્યાન થાઇલૅન્ડની કોકોનટ ઇન્ડસ્ટ્રીની છૂપી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વાંદરાઓને કોકોનટ ટ્રી પર સાંકળથી બાંધીને ઘણા કલાકો સુધી નારિયેળ ઉતારવાનું કામ તેમની પાસે કરાવવામાં આવે છે. PETAએ એમની તપાસનાં તારણો પુરાવા સાથે થાઈ સરકારને સોંપ્યાં એ પછી પણ હજી કોકોનટ ઉગાડતી કમર્શિયલ કંપનીઓ પર કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. આ માટે PETAના કાર્યકરોએ મન્કીને બચાવવા માટેની અપીલ કરતું વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું છે.

