પ્રિન્સનો મૃતદેહ કેન્સિંગ્ટનની એક હોટેલના બાથરૂમમાંથી ૨૫ નવેમ્બરે મળી આવ્યો હતો.
પ્રિન્સ અબ્દુલ્લા બિન ફહાદ બિન અલ સઉદ
બ્રિટનની એક હોટેલમાં સાઉદી અરેબિયાના ૨૯ વર્ષના પ્રિન્સ અબ્દુલ્લા બિન ફહાદ બિન અલ સઉદના ગત નવેમ્બર મહિનામાં શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુનું કારણ હવે જાહેર થયું છે. પ્રિન્સનો મૃતદેહ કેન્સિંગ્ટનની એક હોટેલના બાથરૂમમાંથી ૨૫ નવેમ્બરે મળી આવ્યો હતો. આ કેસમાં કૉરોનરની તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રિન્સનું મૃત્યુ દારૂ, પાર્ટી-ડ્રગ્સ, ગાંજા અને અૅન્ગ્ઝાયટીની દવાના મિશ્રણથી થયું હતું. બહુવિધ ડ્રગના ઉપયોગને કારણે પ્રિન્સનું મૃત્યુ આકસ્મિક હતું. તેમને કોઈ ગંભીર બીમારી નહોતી. તપાસકર્તાઓએ આત્મહત્યા અથવા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણીને નકારી કાઢી છે.
