ભારતના જાણીતા ફિલ્મ નિર્દેશક સત્યજીત રેના પૈતૃક ઘરને તોડી નાખવાને લઈને બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. બાંગ્લાદેશના અધિકારીએ જણાવ્યું કે મૈમનસિંહમાં જે ઘરને તોડી પાડવામાં આવ્યો છે, તે સત્યજીત રેના પરિવાર સાથે સંબંધિત નહોતું.
સત્યજીત રે (ફાઈલ તસવીર)
મૈમનસિંહના ડેપ્યુટી કમિશનર મોફિદુલ આલમે પુષ્ટિ કરી કે સ્થાનિક પ્રશાસને તપાસ બાદ એ સાબિત કર્યું છે કે જે ઘરને તોડવામાં આવ્યું, તેનું સત્યજીત રેના પૂર્વજો સાથે કોઈ સંબંધ નહોતો.
સત્યજીત રેના ઘરને તોડી પાડવાની ચર્ચા પર બાંગ્લાદેશ સરકારે પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
ભારતના જાણીતા ફિલ્મ નિર્દેશક સત્યજીત રેના પૈતૃક ઘરને તોડી નાખવાને લઈને બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. બાંગ્લાદેશના અધિકારીએ જણાવ્યું કે મૈમનસિંહમાં જે ઘરને તોડી પાડવામાં આવ્યો છે, તે સત્યજીત રેના પરિવાર સાથે સંબંધિત નહોતું.
મૈમનસિંહના ડિપ્ટી કમિશનર મોફિદુલ આલમે પુષ્ટિ કરી કે સ્થાનિક પ્રશાસને તપાસ બાદ એ પુષ્ટિ કરી છે કે જે ઘર તોડી પાડવામાં આવ્યું, તેનો સત્યજીત રેના પૂર્વજો સાથે કોઈ સંબંધ નહોતો.
આલમે કહ્યું કે મૈમનસિંહમાં જે ઘર તોડી પાડવામાં આવ્યું, અમે તેની વાસ્તવિકતા વિશે તપાસ કરવા માટે બુધવારે એક મીટિંગ કરી હતી. અમે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરી અને ઐતિહાસિક દસ્તાવેજ પણ ફંફોળ્યા. જે ઘર તોડી પાડવામાં આવ્યું, તેને મૈમનસિંહ ચિલ્ડ્રન અકાદમીની ઑફિસ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો.
સ્થાનિક પ્રશાસને પુષ્ટિ કરી કે સત્યજીત રેના ઘરને સ્થાનિક રીતે દુરલોવ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, જે યોગ્ય અવસ્થામાં છે. તેને હાથ સુદ્ધાં લગાડવામાં આવ્યો નથી.
આલમે કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે સત્યજીત રેની પૈતૃક મિલકત અકબંધ છે. અમે તેના વર્તમાન માલિક સાથે વાત કરી છે, જેમણે પુષ્ટિ કરી છે કે તેમણે આ ઘર સીધું સત્યજીત રેના પરિવાર પાસેથી ખરીદ્યું હતું અને તેમની પાસે તે સાબિત કરવા માટેના બધા દસ્તાવેજો છે. જે ઘર તોડી પાડવામાં આવ્યું છે તે ભૂલથી સત્યજીત રેનું પૈતૃક ઘર માનવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે સત્યજીત રેના ઘર અંગેનો આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક સમાચાર અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સત્યજીત રેના દાદા અને પ્રખ્યાત લેખક ઉપેન્દ્ર કિશોર રે ચૌધરી દ્વારા બાંધવામાં આવેલ સદી જૂનું ઘર નાશ પામ્યું હતું.
આ ઘર જર્જરિત સ્થિતિમાં હતું અને લગભગ એક દાયકાથી બિનઉપયોગી પડ્યું હતું. પહેલા તેમાં મૈમનસિંહ શિશુ એકેડેમી રહેતી હતી, પરંતુ પાછળથી તે બિનદાવાપાત્ર રહી ગયું હતું.
તમને જણાવી દઈએ કે સત્યજીત રેને વિશ્વ સિનેમાના મહાન ફિલ્મ નિર્માતાઓમાંના એક માનવામાં આવે છે. ફિલ્મ દિગ્દર્શક હોવા ઉપરાંત, તેઓ લેખક, સંગીતકાર અને ચિત્રકાર પણ હતા.
ઉલ્લેખનીય છે કે, સત્યજીત રેના જીવન પર આધારિત સ્ટોરીઝ ‘રે’ને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૫ જૂને રિલીઝ કરવામાં આવશે. એમાં ચાર સ્ટોરીઝ રહેશે. પહેલા એપિસોડનું નામ છે ‘હંગામા હૈ ક્યૂં બરપા’, જેમાં મનોજ બાજપાઈ અને ગજરાજ રાવ જોવા મળશે. બીજા એપિસોડ ‘ફર્ગેટ મી નૉટ’માં અલી ફઝલ, શ્વેતા બાસુ પ્રસાદ અને અનિન્દિતા બોઝ દેખાશે. ત્રીજા એપિસોડ ‘બહુરૂપિયા’માં કે. કે. મેનન, બિદિતા બેગ અને દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય જોવા મળશે અને ચોથા એપિસોડ ‘સ્પૉટલાઇટ’માં હર્ષવર્ધન કપૂર, ચંદન રૉય સાન્યાલ અને આકાંક્ષા રંજન કપૂર જેવા કલાકારો દેખાશે. આ સ્ટોરીઝનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી કે ‘ચાર આકર્ષક સ્ટોરીઝ. ત્રણ પ્રસિદ્ધ ડિરેક્ટર્સ, ચાર ટોચના ઍક્ટર્સ. આ બધી સ્ટોરીઝ સત્યજીત રેના જીવન પરથી પ્રેરિત છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૫ જૂને ‘રે’નું પ્રીમિયર થવાનું છે.’

