પાકિસ્તાનના પેશાવરમાં ગઈ કાલે એક પ્રાઇવેટ સ્કૂલની છત તૂટી પડી એમાં ઓછામાં ઓછાં ૩૪ બાળકો અને એક મહિલા શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો.
પાકિસ્તાનમાં સ્કૂલની છત પડી
પાકિસ્તાનના પેશાવરમાં ગઈ કાલે એક પ્રાઇવેટ સ્કૂલની છત તૂટી પડી એમાં ઓછામાં ઓછાં ૩૪ બાળકો અને એક મહિલા શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો. બધા જ સ્ટુડન્ટ્સ ૧૪ કે એનાથી ઓછી ઉંમરના હતા, જેમાં ૧૨ ગર્લ્સનો સમાવેશ હતો. ત્રણ માળના આ બિલ્ડિંગની સૌથી ઉપલા માળની છત તૂટી હતી જેને પગલે નીચેના બન્ને માળની પણ છત તૂટી હતી.
